સુરેન્દ્રનગર LCB પોલીસે નાની મોલડીના પીપળીયા ધા ગામની સીમમાં જુગાર ધામ પર દરોડો - At This Time

સુરેન્દ્રનગર LCB પોલીસે નાની મોલડીના પીપળીયા ધા ગામની સીમમાં જુગાર ધામ પર દરોડો


રોકડ રૂ.55,800 તથા મોબાઇલ નંગ 8 રૂ.35,500 તથા મોટરસાયકલ નંગ 2 રૂ.35,000 એમ કુલ મળીને રૂ.1,26,300 ના મુદ્દામાલ સાથે 8 શખ્સો ઝડપાયા.

સુરેન્દ્રનગર જીલ્લા એલસીબીના ઈનચાર્જ પીઆઇ બી એલ રાયજાદાએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં સઘન પેટ્રોલિંગ કરી એક્શન પ્લાન હેઠળ જુગારની બંદી સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થાય તે રીતે કામગીરી કરવા માર્ગદર્શન આપતા એલસીબી ટીમના ઈનચાર્જ પીઆઇ બી એલ રાયજાદા, પો.હે.કો. વિજયસિંહ પરમાર, ભરતભાઈ, કુલદીપભાઈ, કરસનભાઈ લોહ તથા પેરોલ ફ્લો સ્કોડના નરેશભાઈ સહિત સમગ્ર ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં ખાસ નાઈટ કોમ્બિંગ પેટ્રોલિંગ હાથ ધરી તે દરમિયાન એલસીબી ટીમ દ્વારા ચોક્કસ બાતમી મળવી નાની મોલડી પોલીસ સ્ટેશનના પીપળીયા (ધા) ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આઠ આરોપી જેમાં મયુરભાઈ રમેશભાઈ તવાળીયા રહે કોઠારીયા ગામે રાજકોટ, જીતાભાઈ ગોકળભાઈ મકવાણા રહે રણુજા મંદિર કોઠારીયા રોડ રાજકોટ, રામકુભાઇ સાદુળભાઈ વિક્રમા રહે ડાકવડલા ચોટીલા, વિપુલભાઈ ભનાભાઈ મકવાણા રહે કાથ્રોટા ગામે રાજકોટ, વિરમભાઈ પાંચાભાઇ રોજાસરા રહે કુવાવડા શિવ શક્તિ હોટલ રાજકોટ હાઇવે રાજકોટ, લક્ષ્મણભાઈ લીંબાભાઇ દુધરેજીયા રહે રાજપરા ચોટીલા, રાજુભાઈ પોલાભાઈ સાબળીયા રહે રામપરા ચોટીલા, લાલાભાઇ પોલાભાઈ સાબળીયા રહે રામપરા ચોટીલા સાહેબ તમામ આરોપીઓ પાસેથી રોકડા રૂ.55,800 તથા મોબાઇલ ફોન નંગ 8 કિ.રૂ.35,500 તથા મોટરસાયકલ નંગ 2 કિ.રૂ.35,000 એમ કુલ મળીને કિ.રૂ.1,26,300 ના મુદ્દામાલ સાથે 8 ઇસમોને રેડ દરમિયાન ઝડપી પાડી મજકુર ઈસમો વિરૂધ્ધ નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.