લાકડિયા ખાતે માતા સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

લાકડિયા ખાતે માતા સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું


માતા સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ સન્માન કાર્યક્રમ અંતર્ગત લાકડિયા મધ્ય અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભારતનું સંવિધાન તેમજ કોલેજ બેગ સહિત પ્રમાણપત્ર આપવામાં આવ્યા
ભચાઉ તાલુકાના લાકડિયા ગામના તમામ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ને શિક્ષણમાં સિદ્ધિ મેળવવા બદલ આજ રોજ લાકડિયા કન્યાશાળા મેદાનમાં સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ પ્રેરિત અને શ્રી વિવિધલક્ષી વાગડ ટ્રસ્ટ-લાકડિયા દ્વારા આયોજિત વર્ષ 2023-24 ધો.8,10 અને 12માં 60% કે વધુ માર્કસ મેળવીને પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ તેમજ ઉચ્ચશિક્ષણમાં કોઈપણ ડિગ્રી (સ્નાતક, અનુસ્નાતક, બી.એડ., ડૉક્ટરી, એન્જીનીયર, LLB વગેરે કોઈપણ વર્ષ મેળવનાર વ્યક્તિઓને સમ્માન અને પ્રોત્સાહન માટે માતા સાવિત્રીબાઈ ફૂલે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ, જેમાં લાકડીયા ગામના તમામ અનુસૂચિત જાતિ સમાજના લોકોની હાજરી રહી.
કાર્યક્રમનું આવકાર સ્વાગત વિષ્ણુંભાઈ શેખા, શ્રી વિવિધલક્ષી વાગડ ટ્રસ્ટ-લાકડિયા દ્વારા કરવામાં આવ્યું અને ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવેલ. તેમજ ભરતભાઈ નાગવંશી, ભચાઉ કન્યા શાળા આચાર્ય દ્વારા માતા સાવિત્રીબાઈ ફૂલે તેમજ બાબા સાહેબે કરેલ જીવન સંઘર્ષની વાત મુકવામાં આવી સાથે સાથે સમાજને અંધશ્રદ્ધામાંથી મુક્ત બનીને શિક્ષણ તરફ આગળ વધવાની પણ ક્રાતિકારી અપીલ કરવામાં આવી તેમજ રમેશભાઈ પરમાર, સામખીયારી કન્યા શાળા આચાર્ય દ્વારા શિક્ષણની કે વિધાની સાચી દેવી માતા સાવિત્રીબાઈ ફૂલે વિશે ખાસ મહિલાઓને અને વિદ્યાર્થીઓને લાગુ પડતું હોઇ એ અંગે સાચી સમજણ રજૂ કરવામાં આવી.
કાર્યક્રમની અધ્યક્ષતા વાણિયા વિપુલભાઈ વશરામભાઈ, GPSC પાસ ઓફિસર જે કાર્યક્રમનું સંચાલન, પ્રવીણભાઈ મચ્છોયા, લાકડિયા કુમાર શાળા આચાર્ય તેમજ સમિતિની બહેનોએ પણ સાથ સહકાર આપ્યો હતો તમામ લોકોને હળવો નાસ્તો આપીને અંતે આભાર વિધિ રતિલાલભાઈ વાણિયા દ્વારા કરવામાં આવેલ

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઇમ ન્યુઝ ભચાઉ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.