ભારતીય મજદુર સંધ ધ્વારા કર્મચારી પેન્શન સ્કીમ ( EPS – 1995 ) અંતર્ગત આપવામાં આવતા પેન્શનની રકમમાં વધારો કરવા આવેદનપત્ર આપવામાં આવ્યુુ
(અસરફ જાંગડ દ્વારા)
ભારતીય મઝદુર સંધ સંલ્ગન બોટાદ જીલ્લા મજદુર સંધ દ્વારા બોટાદ ખાતે કર્મચારી પેન્શન સ્કીમ (EPS-1995) હેઠળ સરકારશ્રી ધ્વારા તા.૦૧/૦૯/૨૦૧૪થી આપવામાં આવતા ઓછામાં ઓછા પેન્શનની રકમ રૂા.૧,૦૦૦/-માં હાલની મોંધવારીને ધ્યાને લઇ વધારો કરી ઓછામાં ઓછા પેન્શનની રકમ રૂા.૫,૦૦૦/-સુધી કરવા તેમજ કર્મચારી પેન્શન સ્કીમની રકમ સાથે મોંધવારી ભથ્થા ની રકમની ઉમેરી પેન્શન ચુકવવા તેમજ તમામ પેન્શરોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લઇ પેન્શર ધારકને જરૂરીયાના આ સમયે લાભ આપવાની યોજના અમલી કરવા જીલ્લા કલેકટર મારફત માન.વડાપ્રધાનને આવેદન આપવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.