સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ‘માવતર જતન યોજના’ની શરૂઆત કરાઈ. ‘માવતર જતન યોજના’ હેઠળ એક વડીલને દત્તક લેવાનું ભગીરથ કાર્ય કરવા અપીલ - At This Time

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ‘માવતર જતન યોજના’ની શરૂઆત કરાઈ. ‘માવતર જતન યોજના’ હેઠળ એક વડીલને દત્તક લેવાનું ભગીરથ કાર્ય કરવા અપીલ


રાજકોટ.સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ‘માવતર જતન યોજના’ની શરૂઆત કરાઈ.
‘માવતર જતન યોજના’ હેઠળ એક વડીલને દત્તક લેવાનું ભગીરથ કાર્ય કરવા અપીલ.
વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 550 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 180 વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે. સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય, એકલવાયી-નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં), કેન્સરગ્રસ્ત નિ:સંતાન વડીલો માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આવા નિ:સંતાન, પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજનાં ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહયો છે.

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ‘માવતર જતન યોજના’ની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ એક વડીલને દત્તક લઇ શકે છે. એક વડીલનો વાર્ષિક ખર્ચ રૂ. 51,000 થાય છે. આ અંગે વધુ માહિતી માટે સદભાવના વૃદ્ધાશ્રમ (મો. 95105 14459) નો સપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 
રિપોર્ટ.નટવરલાલ. ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.