લખતર સ્ટેટ હાઇવે પર છેલ્લા છ મહિનાથી રોડ પર મસમોટા ખાડા પડતા લોકોને મુશ્કેલી
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સરકાર દ્વારા તંત્રને રોડ રસ્તાઓ પર યોગ્ય ધ્યાન આપવા સૂચના આપવામાં આવે છે ત્યારે ચોમાસા બાદ કે વરસાદ બાદ જો ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ થઇ ગયા હોય તો તેને તાત્કાલિક યોગ્ય કરી લોકોને મુશ્કેલી ન પડે તેવા કરવા આદેશ આપવામાં આવે છે પરંતુ તંત્રના અધિકારીઓ આવી કોઈ સૂચનાઓને ધ્યાને જ ન લેતા હોય તેવો ઘાટ લખતર ખાતે સર્જાયેલો છે લખતર બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપર માત્ર સો એક મીટરની અંદર જ ડઝન જેટલા ખાડાઓ પડી ગયા છે જેના કારણે આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે તો આના લીધે કોઈ વાર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે તો આ ખાડાઓને કારણે લોકોને શારીરિક સમસ્યાઓ પણ થઇ હોવાના બનાવો બનેલા છે તો લખતરના અધિકારીઓ તો આ રસ્તે અવાર નવાર પસાર થતા હોય છે ત્યારે આ 100 મીટર જગ્યામાં લગભગ ડઝનથી વધુ ખાડાઓ પડ્યા હોવા છતાં કેમ કોઈ અધિકારીઓ બોલતા નથી તે પણ સવાલ છે તો આ હાઈવે ઉપર ખાડાઓ તાત્કાલિક અસરથી રિપેર કરાવવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે આ રાજ્ય ધોરીમાર્ગ પરથી રોજ જિલ્લાના અધિકારીઓ કે પદાધિકારીઓ લગભગ એકાદ વખત તો પસાર થયાં જ હોવા છતાં કેમ કોઈની નજરમાં આ ખાડાઓ ન આવ્યા તેમ રાહદારીઓ બોલતા સાંભળવા મળે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.