WHO AM I દ્વારા કાજલ ઓઝા વૈદ્યનો School Exam v/s Life Exam સેમિનાર યોજાયો “આજનો સમય ભણતરની સાથે ગણતરનો છે” : કાજલ ઓઝા વૈદ્ય - At This Time

WHO AM I દ્વારા કાજલ ઓઝા વૈદ્યનો School Exam v/s Life Exam સેમિનાર યોજાયો “આજનો સમય ભણતરની સાથે ગણતરનો છે” : કાજલ ઓઝા વૈદ્ય


WHO AM I દ્વારા કાજલ ઓઝા વૈદ્યનો School Exam v/s Life Exam સેમિનાર યોજાયો
“આજનો સમય ભણતરની સાથે ગણતરનો છે” : કાજલ ઓઝા વૈદ્ય

રાજકોટ
“આજનો સમય ભણતરની સાથે ગણતરનો છે, ભણવામાં વિષયો જેટલા મહત્વના છે એટલું જ લાઈફ સ્કિલ પણ મહત્વનું છે, દીકરો હોય કે દીકરી એને આવનારા તમામ પડકારો માટે તૈયાર કરવા જોઈએ “
બાળકોના ડેવલોપમેન્ટ માટે સૌરાષ્ટ્રની જાણીતી સંસ્થા WHO AM I દ્વારા School Exam v/s Life Exam વિષય પર ખૂબ જ સુંદર પેરેન્ટ્સ અને વાલીઓ માટે સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં જાણીતા લેખિકા , કોલમિસ્ટ અને મોટીવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્યએ ઉપરોક્ત પ્રમાણે જણાવી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
ગઈ તારીખ ૨૧ જાન્યુઆરીએ રવિવારે રોજ હેમુ ગઢવી હોલ ખાતે યોજાઇ ગયેલા આ સેમિનારમાં કાજલ ઓઝા વૈદ્યએ માતા -પિતાએ અલગ અલગ ઉંમરના બાળકોનો કેવી રીતે ઉછેર કરવો જોઈએ, તેમને હેન્ડલ કઈ રીતે કરવા જોઈએ, તેમને કેટલી આઝાદી આપવી જોઈએ , તેમની સાથે કેટલું અને કેવી રીતે કડકાઈથી વર્તવું જોઈએ, આજનો સમય ખાલી ભણતરનો નહીં પણ ગણતર પણ આપવાનો છે, દીકરો હોય કે દીકરી એને આવનારા તમામ પડકારો માટે તૈયાર કરવા જોઈએ વગેરે બાબતો સુંદર ઉદાહરણો સાથે રજૂ કરી તેમ જ વાલીઓના મનમાં ઊડતા અને તેમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ પણ આપ્યા અને સતત બે કલાક સુધી શ્રોતાઓએ મગ્ન બની કાજલબેનના વક્તવ્યને સાંભળ્યું હતું.
આ કાર્યક્રમમાં ખાસ સિનિયર આઈએસ ઓફિસર શ્રી મેહુલભાઈ દવે એ હાજરી આપી હતી, તેમજ અમેરિકાની
“આયના“ સંસ્થાના શ્રી પ્રફુલભાઈ નાયક , શહેર ભાજપના મહામંત્રી શ્રી માધવભાઈ દવે તેમજ ભાજપ અગ્રણી શ્રી મનીષભાઈ ભટ્ટ, જાણીતા ઉદ્યોગપતિ શ્રી કેતનભાઇ ધ્રુવ એ હાજરી આપી હતી, UTI Mutual Fund ના રિજનલ હેડ શ્રી રોહનભાઈ ધ્રુવ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવામાં વિજયભાઈ રાયચૂરા પ્રશાંતભાઈ માણેક , રીંકલબેન, જયદીપભાઇ, શિલ્પાબેન, ચાર્મીબેન, ચાંદનીબેન, નેહાબેન, પ્રતિકભાઇ, નિતેશભાઇ, કુશલભાઈ, તેમજ સમગ્ર WHO AM I ની ટીમે ખૂબજ જહેમત ઉઠાવી હતી તેમજ આ પ્રોગ્રામને વાલીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.