બોટાદ જિલ્લામાં સહકાર ભારતી બોટાદ દ્વારા સ્નેહ મિલન નો કાર્યક્રમ સંપન્ન થયો - At This Time

બોટાદ જિલ્લામાં સહકાર ભારતી બોટાદ દ્વારા સ્નેહ મિલન નો કાર્યક્રમ સંપન્ન થયો


(કનુભાઈ ખાચર દ્વારા )
સહકાર ભારતી બોટાદ જિલ્લા દ્વારા વિક્રમ સંવત 2081 ના નુતન વર્ષ નિમિત્તે ભાવનગર વિભાગ સંયોજક અશોકભાઈ કીકાણી ના અધ્યક્ષ સ્થાને બોટાદમાં સ્નેહમિલન નો કાર્યક્રમ યોજાઈ ગયો. બોટાદ જિલ્લા સહકાર ભારતીના સંગઠન પ્રમુખ વિજયભાઈ ધાધલ દ્વારા સહકાર ગીત ગાયને કાર્યક્રમનો પ્રારંભ કરેલ સહકાર ભારતી બોટાદ જિલ્લા પ્રમુખ ભુપતભાઈ ધાધલે કાર્યક્રમમાં પધારેલા સૌ સહકારી ભાઈઓ તથા બહેનોને આવકારી નુતન વર્ષાભિનંદન પાઠવી તમામ ક્ષેત્રે સુખ સમૃદ્ધિ વધે તેવી શુભેચ્છા પાઠવેલ તથા પરિવાર સાથે અયોધ્યા પ્રવાસ કરવાનો સંકલ્પ જાહેર કરેલ સહકાર ભારતીના ભાવનગર વિભાગ સહ સંયોજક સવજીભાઈ શેખે જણાવ્યું કે જેના ઉપક્રમે આ કાર્યક્રમ છે તે સહકાર ભારતી દેશ વ્યાપી સ્વેચ્છિક સ્વયંસેવિક સંગઠન છે દેશના 650 જિલ્લામાં ગુજરાતના તમામ 33 જિલ્લામાં તે કાર્યરત છે જેના અનિવાર્ય કાર્યક્રમ 11 જાન્યુઆરી સ્થાપના દિવસ, સદસ્યતા નોંધણી, સદસ્યતા સંમેલન, કાર્યકર્તા તાલીમ વર્ગ, સહકાર સપ્તાહ “વિના સંસ્કાર નહી સહકાર” તેનો મૂળમંત્ર છે.
હાલ આરએસએસ ૧૦૦ માં વર્ષમાં પ્રવેશતા શાખા વૃદ્ધિ માટે પંચસુત્રી કાર્યક્રમ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. જેમાં સમરસતા, સ્વદેશી, પર્યાવરણ સંરક્ષણ, નાગરિક અનુષાસન, કુટુંબ પ્રબોધન, ના મધ્યમ દ્વારા કાર્યક્રમો થઈ રહ્યા છે તેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સહકાર ભારતી જિલ્લા મહામંત્રી હરિરામ બાપુ, ઓડિટર શક્તિસિંહ ઝાલા, વિજયભાઈ સોઢાતર (એડવોકેટ), મહિલા મોરચાના નયનાબેન સરવૈયા, નીપાબેન મહેતા, કનુભાઈ ખાચર, ગટામહારાજ, દીલાભાઈ કુરેશી, રમણભાઈ પરમાર, દક્ષેશભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.