પિતાએ બકાલાના પૈસા ન આપતાં તેના પુત્રો પર હુમલો - At This Time

પિતાએ બકાલાના પૈસા ન આપતાં તેના પુત્રો પર હુમલો


શહેરનાં સંતોષી નગર મેઈન રોડ એકે બેકરીની બાજુમાં રહેતાં રતિલાલ સોલંકી પાસે કિશન જાવણીયા બકાલાના પૈસા માંગતો હતો. બકાલાના પૈસા ન આપતાં તેના પુત્રો પર હુમલો કર્યો હતો.
બનાવની વિગત મુજબ સંતોષી નગર મેઈન રોડ એકે બેકરીની બાજુમાં શંકર ટેકરીમાં રહેતાં હિતેશ રતિલાલ સોલંકી (ઉ. વ.24) અને તેનાં ભાઈ કિશન રતિલાલ સોલંકી (ઉ.વ.28) તેઓ બંને ગઈ કાલ રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ પોતાનાં ઘર પાસે હતાં ત્યારે કિશન દેવજીભાઈ જાવણીયા અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતાં બંને ભાઈઓને ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
કિશન જાવણીયા બકાલુંનો વ્યવસાય કરે છે. તેઓ કિશનના પિતા રતિલાલ સોલંકી પાસે બકાલુના 10 થી 15 હજાર પૈસા માંગતા હતા. પૈસા ન આપતા રતિલાલના બંને દિકરા હિતેષ અને કિશન પર હુમલો કર્યાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમન નગર પોલીસને જાણ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.