તાલુકા મામલતદાર રાજ્યગુરુ ની અધ્યક્ષતા માં. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની મોર્ડન ગ્રીન સ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી. - At This Time

તાલુકા મામલતદાર રાજ્યગુરુ ની અધ્યક્ષતા માં. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની મોર્ડન ગ્રીન સ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી.


તાલુકા મામલતદાર રાજ્યગુરુ ની અધ્યક્ષતા માં. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની મોર્ડન ગ્રીન સ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી.

દામનગર મોર્ડન ગ્રીન ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત દામનગર શહેરની એમ.સી.મહેતા હાઇસ્કુલ અને દામનગર પે સે.શાળા નં ૧ (ગ્રીન સ્કૂલ) ના સંયુક્ત ઉપક્રમે એમ.સી.રાજ્યગુરુ મામલતદાર લાઠી તથા લાયઝન યોગેશભાઈ નિમાવત ની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી.જેમાં આંગણવાડી,બાલવાટિકા, ધોરણ -૧ ના ૪૦ બાળકો તથા ધોરણ ૯ ના ૧૮૫ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. તથા ધોરણ ૩ થી ૧૨ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી સન્માન તથા વિશિષ્ટ સિદ્ધિ મેળવવા વિદ્યાર્થી સન્માન તેમજ મહેમાન શ્રી દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી. દામનગર ૧ પ્રાથમિક શાળામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બાળકો માટે ફ્રી ટ્રાન્સપોર્ટશન સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો. તેમજ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બાળકો મળતી શૈક્ષણિક સામગ્રી પ્રદર્શન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં નગરપાલિકા સદસ્યો,એસ.એમ.સી.સદસ્યો તથા બહોળી સંખ્યામાં શહેરીજનો વાલીઓ તથા બાળકો હાજર રહ્યાં હતાં.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા ના આચાર્ય પાર્થેશભાઈ ત્રિવેદી,તથા લીલાબેન ડામોર તથા શાળા ના તમામ શિક્ષક ભાઈ બહેનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.