શ્રી નારાયણ નકલંક સિદ્ધાશ્રમ કનેશરાના મુખ્ય પ્રવેશદ્વારનુ ખાત મુહૂર્ત કરવામા આવ્યુ - At This Time

શ્રી નારાયણ નકલંક સિદ્ધાશ્રમ કનેશરાના મુખ્ય પ્રવેશદ્વારનુ ખાત મુહૂર્ત કરવામા આવ્યુ


શ્રી નારાયણ નકલંક સિદ્ધાશ્રમ કનેશરાના મુખ્ય પ્રવેશદ્વારનુ ખાત મુહૂર્ત કરવામા આવ્યુ

જસદણના કનેશરા ગામ મધ્યે પ્રાચીન શ્રી નારાયણ નકલંક સિદ્ધાશ્રમ આવેલો છે. આ આશ્રમે સંત શિરોમણિ શ્રી નારાયણદાસ બાપુ, ધરમદાસ બાપુ અને મોહનદાસ બાપુની સમાધિઓ આવેલ છે. નારાયણદાસ બાપુએ ભગવાન શ્રી રામદેવજી મહારાજના જીવન ચરિત્ર પર શ્રી તુવરાયણ ગ્રંથની રચના કરી છે. તેમની ખ્યાતિ સર્વત્ર ફેલાયેલ હતી. તેમના જ વંશજ મોહનદાસ બાપુએ પ્રખર રામાયણી હતા તેને રામાયણના ભીષ્મ પિતામહ પણ ગણવામા આવતા હતા. આ આશ્રમે આજે તેમના મહંત શ્રી નિલેશબાપુ દુધરેજીયા તેમનો પરિવાર અને સેવકોની હાજરીમા આજે તેના મુખ્ય પ્રવેશદ્વારનુ ખાત મુહૂર્ત કરવામા આવ્યુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.