જસદણમાં સેવ બર્ડ ગ્રુપ દ્વારા અબોલા જીવ પક્ષીઓની સારવાર
જસદણમાં ઘણા સમયથી અબોલા જીવ પક્ષીઓની સારવાર કરતું સેવ બર્ડ ગ્રુપ દ્વારા ઉતરાયણ ના દિવસે પક્ષી બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત પક્ષી પ્રેમી સચીનભાઈ ભટ્ટ દ્વારા ઉતરાયણના દિવસે પતંગની દોરીથી ઘાયલ પાંચ પક્ષીઓના રેસક્યુ કરવામાં આવ્યા હતા અને આ પક્ષીઓને પીડામાંથી મુક્તિ આપી આવી હતી. તેમજ ઉતરાયણ ના બીજા દિવસે પણ બે કબુતરની સારવાર કરી જીવ બચાવ્યો હતો. આ અબોલા મૂંગા જીવની સારવાર અર્થે સેવ બર્ડ ગ્રુપ હંમેશા તત્પર રહેતું હોય છે. સેવ બર્ડ ગ્રુપ જસદણ દ્વારા અત્યાર સુધીમાં ઘણા બધા પક્ષીઓના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જેનાથી પ્રભાવિત થઈ જસદણ વાસીઓએ આ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.