બાજરીની ટેકાના ભાવે ખરીદીનાં કેન્દ્રો શરૂ તલોદમાં દૈનિક 20 ખેડૂતોની જ બાજરીની ખરીદી થતાં રોષ - At This Time

બાજરીની ટેકાના ભાવે ખરીદીનાં કેન્દ્રો શરૂ તલોદમાં દૈનિક 20 ખેડૂતોની જ બાજરીની ખરીદી થતાં રોષ


*(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)*

ઉનાળુ બાજરીનું ટેકાના ભાવે વેચાણ કરવા તલોદ તાલુકામાં ૮૦૦થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે દિવસમાં માત્ર ર૦ ખેડૂતોની જ બાજરીની ખરીદી કરવામાં આવતાં ખેડૂતોમાં રોષ સાથે વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ ઉઠી છે.

કિસાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે, તલોદ તાલુકામાં ટેકાના ભાવથી ઉનાળું બાજરીનું વેચાણ કરવા માટે ૮૦૦થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. પરંતુ માત્ર ૨૦ ખેડૂત ખાતેરદારોને મેસેજ કરતાં ખેડૂતો ટ્રેક્ટરોમાં બાજરી ભરીને વેચાણ માટે આવ્યા હતા. સરકારની ગાઈડલાઈન પ્રમાણે ૫૦ કિલોના કટ્ટા ભરેલા હોય તેવી બાજરીની ખરીદી કરવામાં આવે છે. જેના કારણે જો એક ટ્રેક્ટરમાં ૨૦૦ મણ બાજરી લઈને ખેડૂતો આવ્યો હોય ત્યારે દોઢથી બે કલાક જેટલો સમય વજન કરવામાં તેમજ માલ ઉતારવામાં થાય છે. જેના કારણે દિવસ દરમિયાન ૨૦ ટ્રેક્ટરોની ખરીદી કરવા માટે ૨૦ કલાક જેટલો સમય થાય છે. જેથી બે કાંટાથી તોલ કરવા વિનંતી કરી હતી. પરંતુ પ્રતિસાદ ન મળતાં સાંજેછ વાગ્યા સુધીમાં ૬થી વધુ ખેડૂતો વેચાણ માટેની રાહ જોઈને ઊભા હતા. ઉગ્ર રજૂઆત બાદ જિલ્લા પૂરવઠા અધિકારી ડીએસઓ કે.કે. ચૌધરી અને જિલ્લા પૂરવઠા મામલતદાર ડીએસએમ વિજયભાઈ પટેલ તલોદના ખરીદી સેન્ટર ઉપર આવી ખેડૂતોને કોઇ તકલીફ ન પડે તે માટે ક્ષતિ હલ કરવાની સૂચના પણ આપી હતી. તલોદ તાલુકામાં બે કે ત્રણ કાંટાથી તોલ કરીને દિવસના ૩૦થી ૪૦ ખેડૂતોને મેસેજ કરવામાં આવે માંગ કરાઈ છે.

>> તાલુકામાં 800 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.