નિષ્ફળતા:કેરોસીનથી સ્પેસ માર્કેટને નવી ઊંચાઈ, લોન્ચિંગ કિંમત ઘટી જશે
ભારતનું સ્પેસ સ્ટાર્ટઅપ અગ્નિકુળ કોસમોસ સોમવારે રોકેટ લોન્ચિંગમાં ફરી નિષ્ફળ રહ્યું. આ વખતે પણ લોન્ચિંગને નક્કી સમયના થોડી સેકન્ડો પહેલાં રોકી લેવાયું. આ ચોથી વખત છે જ્યારે અગ્નિકુળે રોકેટના લોન્ચિંગને રોક્યું છે. જણાવી દઈએ કે આ રોકેટ ગેસ અને લિક્વિડ ફ્યુઅલના કોમ્બિનેશનથી બનાવેલું ભારતનું પહેલું રોકેટ છે. ઉલ્લેખનીય છે કે અગ્નિકુળનું રોકેટ લોન્ચ ભલે છેલ્લા સમયે ટાળી દેવાયું હોય, પણ આ જ્યારે પણ સફળ થશે તો તે ભારતને નવી અંતરિક્ષ તકનીકમાં સર્વોચ્ચ સ્થાને પહોંચાડશે. હકીકતે, અગ્નિકુળના રોકેટનું લિક્વિડ ફ્યુઅલ કેરોસીન છે. તેની એક સફળ ઉડાનથી પ્રક્ષેપણની કિંમત એક તૃતિયાંશ જેટલી રહેશે. તેના સેમીક્રાયોજેનિક એન્જિનમાં કેરોસીન લિક્વિડ ફ્યુઅલનો ઉપયોગ રોકેટના ઈંધણ દહનને નિયંત્રિત કરવાની શક્તિ આપે છે. સાથે જ, તેનાથી ઘણું ઉચ્ચ સ્પેસિફિક ઇમ્પલ્સ મળે છે, એટલે કે પ્રતિ કિલોગ્રામ ઈંધણમાં વધુ ઊર્જા, લિક્વિડ ઈંધણ સાથે જ સુવિધા થાય છે કે એન્જિનના કમ્બશનને ગમે ત્યારે ચાલુ અને બંધ કરી શકાય છે. માટે જ આ ઈંધણથી રોકેટને વધુ નિયંત્રિત રીતે ઉડાડી શકાશે. લિક્વિડ ઈંધણના ઉપયોગથી ન માત્ર ખર્ચ ઘટશે, પરંતુ પ્રક્ષેપણની ચોક્કસાઈ પણ વધશે. આ જ કારણે ભારત નાના સેટેલાઈટના પ્રક્ષેપણનો દુનિયાનું સૌથી મોટું અને વિશ્વાસુ બજાર બની જશે. અગ્નિકુળની જ જેમ ખાનગી ક્ષેત્રની વધુ એક કંપની સ્પેસ ઝોને તેના હાઈબ્રિડ સોલિડ રોકેટ મારફતે નાના સેટેલાઈટ છોડ્યા છે. અગ્નિકુળ તેને આગામી સ્તરે લઈ જાય છે.
કેરોસીનના કારણે સ્પેસના બજારમાં નવી તેજી આવવાની વાત કરવામાં આવી રહી છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આના કારણે લોંચ સાથે સંબંધિત ખર્ચમાં ઉલ્લેખનીય ઘટાડો થશે. જો કે આને લઇને હજુ સુધી ઝીંણવટભરી રીતે સંશોધનની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.