કેરળ કોંગ્રેસે વિવાદાસ્પદ પોસ્ટ માટે માફી માંગી:પોપ-મોદીની મુલાકાત પર લખ્યું હતું - આખરે પોપ ભગવાનને મળ્યા - At This Time

કેરળ કોંગ્રેસે વિવાદાસ્પદ પોસ્ટ માટે માફી માંગી:પોપ-મોદીની મુલાકાત પર લખ્યું હતું – આખરે પોપ ભગવાનને મળ્યા


ઈટલીમાં જી-7 બેઠક પહેલા 14 જૂને ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ અને પીએમ મોદીની મુલાકાત થઈ હતી. તેની તસવીર પોસ્ટ કરતી વખતે કેરળ કોંગ્રેસે રવિવારે (16 જૂન) લખ્યું હતું કે, આખરે પોપ ભગવાનને મળ્યા છે. કેરળ કોંગ્રેસે મોદીના નિવેદન 'ભગવાને મને સ્પેશિયલ મિશન માટે મોકલ્યો છે' પર કટાક્ષ કર્યો હતો. ભાજપે કેરળ કોંગ્રેસની પોસ્ટને પીએમ અને પોપનું અપમાન ગણાવ્યું છે. વિરોધ વધતાં કેરળ કોંગ્રેસે રવિવારે જ પોસ્ટ ડિલીટ કરી દીધી અને માફી માંગી. કેરળ કોંગ્રેસે એક નિવેદન જારી કરીને કહ્યું- અમે ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા ન હતા. જોકે, કોંગ્રેસને પીએમની ટીકા કરવામાં કોઈ સંકોચ નથી. ભાજપે કહ્યું- કોંગ્રેસે ખ્રિસ્તીઓનું અપમાન કર્યું ભાજપની ટીકા બાદ કોંગ્રેસનો જવાબ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.