RSS ચીફ ભાગવતને કેજરીવાલનો પત્ર:શું ભાજપ માટે સરકારો પડાવવી યોગ્ય, મોદી 75 વર્ષની ઉંમર પછી નિવૃત્ત થશે?, પૂછ્યા આ 5 સવાલ - At This Time

RSS ચીફ ભાગવતને કેજરીવાલનો પત્ર:શું ભાજપ માટે સરકારો પડાવવી યોગ્ય, મોદી 75 વર્ષની ઉંમર પછી નિવૃત્ત થશે?, પૂછ્યા આ 5 સવાલ


દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતને પત્ર લખીને 5 સવાલ પૂછ્યા છે. તેમણે કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિવૃત્તિ સુધીના અનેક મુદ્દાઓ પર સવાલો પૂછ્યા. કેજરીવાલે લખ્યું કે, તેઓ દેશની વર્તમાન સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે અને ભાજપ સરકારની નીતિઓને દેશ માટે નુકસાનકારક માને છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો દેશની લોકશાહી જોખમમાં આવી શકે છે. કેજરીવાલે કહ્યું કે, તેમણે આ પત્ર એક રાજકીય પક્ષના નેતા તરીકે નહીં પણ એક સામાન્ય નાગરિક તરીકે લખ્યો છે. મોહન ભાગવતને કેજરીવાલના 5 સવાલ... 1. અન્ય પક્ષોના નેતાઓને તોડવા પરઃ દેશભરમાં ED-CBIની લાલચ અથવા ધમકી દ્વારા નેતાઓને અન્ય પક્ષોથી તોડવામાં આવી રહ્યા છે અને સરકારો તોડી નાખવામાં આવી રહી છે. શું આ રીતે ચૂંટાયેલી સરકારોને પછાડવી યોગ્ય છે? શું RSS આ સ્વીકારે છે? 2. ભ્રષ્ટ નેતાઓનું ભાજપમાં જોડાવુંઃ કેટલાક નેતાઓને ખુદ વડાપ્રધાન મોદી અને અમિત શાહે ભ્રષ્ટ કહ્યા હતા, પરંતુ થોડા દિવસો બાદ તેઓનો ભાજપમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. શું આરએસએસએ આવી ભાજપની કલ્પના કરી હતી? આ બધું જોઈને તમને દુઃખ નથી થતું? 3. બીજેપીને સાચી દિશા આપવા પર: જો ભાજપ ખોટા રસ્તે જાય તો તેને સાચા રસ્તે લાવવાની જવાબદારી RSSની છે. શું તમે ક્યારેય પીએમ મોદીને ખોટા કામો કરતા રોકવાનો પ્રયાસ કર્યો છે? 4. આરએસએસ અને બીજેપી વચ્ચેના સંબંધો પરઃ જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે, હવે ભાજપને આરએસએસની જરૂર નથી. આ નિવેદનથી આરએસએસના કાર્યકરોને દુઃખ થયું છે. તમે આ વિશે શું વિચારો છો? 5. ભાજપના 75 વર્ષની નિવૃત્તિ કાયદા પર: 75 વર્ષની વય પછી ભાજપના નેતાઓને નિવૃત્ત કરવા માટે એક કાયદો બનાવવામાં આવ્યો હતો, જે હેઠળ અડવાણી જી અને મુરલી મનોહર જોશી જી જેવા નેતાઓને નિવૃત્ત કરવામાં આવ્યા હતા. શું હવે આ કાયદાનું પાલન થઈ રહ્યું છે અને શું તે પીએમ મોદી પર પણ લાગુ થવું જોઈએ? કેજરીવાલે આશા વ્યક્ત કરી કે મોહન ભાગવત આ સવાલોના જવાબ આપશે અને દેશને આ મુદ્દાઓ પર તેમનો અભિપ્રાય જાણવાનો મોકો મળશે. કેજરીવાલે 22 સપ્ટેમ્બરે દિલ્હીના જંતર-મંતર પર એક જનસભા દરમિયાન ભાગવતને આ 5 સવાલો પૂછ્યા હતા. વાંચો કેજરીવાલના રાજીનામાથી લઈને આતિશી સીએમ બનવા સુધીની સંપૂર્ણ વિગતો.... 21 સપ્ટેમ્બર: આતિષી દિલ્હીનાં નવાં સીએમ બન્યાં, શપથ બાદ કેજરીવાલને પગે લાગ્યા આતિશીએ શનિવારે દિલ્હીનાં 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં હતાં. લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) વિનય સક્સેનાએ તેમને રાજ નિવાસ ખાતે શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ આતિશીએ અરવિંદ કેજરીવાલને પગે લાગ્યાં હતાં. તેઓ દિલ્હીનાં સૌથી યુવા (43 વર્ષ) સીએમ છે. આ પહેલાં કેજરીવાલ 45 વર્ષની વયે સીએમ બન્યા હતા. સુષમા સ્વરાજ અને શિલા દીક્ષિત પછી આતિશી દિલ્હીની ત્રીજાં મહિલા સીએમ છે. આતિશીએ એજ્યુકેશન, પીડબ્લ્યુડી અને ફાઇનાન્સ સહિત 13 વિભાગ જાળવી રાખ્યા છે. આ સાથે જ સૌરભ ભારદ્વાજને આરોગ્ય સહિત 8 મોટા વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી. આતિશી કાલકાજી સીટથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. સપ્ટેમ્બર 17: કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને રાજીનામું સુપરત કર્યું કેજરીવાલે 17 સપ્ટેમ્બરની સાંજે લેફ્ટનન્ટ ગવર્નર (LG)ને સીએમ પદ પરથી પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. તેમની સાથે આતિશી અને 4 મંત્રી હાજર હતાં. આ પછી આતિશીએ નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ પછી આતિશીએ કહ્યું હતું કે આગામી ચૂંટણી સુધી મારી પાસે માત્ર બે જ નોકરી છે. પ્રથમ- દિલ્હીની જનતાને ભાજપના ષડયંત્રથી બચાવવા. બીજું- કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવવા. કેજરીવાલે કેમ આપ્યું રાજીનામું, 3 બાબત... 13 સપ્ટેમ્બર: કેજરીવાલ દારૂ નીતિ કેસમાં 177 દિવસ પછી જેલમાંથી મુક્ત થયા 21 માર્ચ, 2024ના રોજ EDએ દારૂ નીતિ કેસમાં બે કલાકની પૂછપરછ પછી કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. 177 દિવસ બાદ સુપ્રીમ કોર્ટે 13 સપ્ટેમ્બર 2024ના રોજ તેમને જામીન આપ્યા હતા. કેજરીવાલનું નામ જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ઘણા વિવાદો સાથે જોડાયેલા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.