કેજરીવાલે કહ્યું- હું મરી જાઉં તો પણ દુઃખી ન થતા:2 જુને સરેન્ડર કરીશ, જેલમાં મારા પર ત્રાસ ગુજારવાના ફરી પ્રયાસો થશે; દિલ્હીવાસીઓ મારા માતા-પિતાનું ધ્યાન રાખજો - At This Time

કેજરીવાલે કહ્યું- હું મરી જાઉં તો પણ દુઃખી ન થતા:2 જુને સરેન્ડર કરીશ, જેલમાં મારા પર ત્રાસ ગુજારવાના ફરી પ્રયાસો થશે; દિલ્હીવાસીઓ મારા માતા-પિતાનું ધ્યાન રાખજો


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 21 દિવસના જામીન આવતીકાલે પૂરા થઈ રહ્યા છે. આ પહેલા શુક્રવારે (31 મે)ના રોજ એક વીડિયો જાહેર કરીને તેમણે કેન્દ્ર સરકાર અને જેલ અધિકારીઓ પર તેમના પર ત્રાસ ગુજારવાના આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું- હું દેશને તાનાશાહીથી બચાવવા જેલમાં જઈ રહ્યો છું. હું પરમ દિવસે 3 વાગ્યે સરેન્ડર કરવા ઘરેથી નીકળીશ. આ વખતે હું મારો જીવ ગુમાવું તો પણ દુઃખી ન થતા. જેલમાં મારા પર ત્રાસ ગુજારવાના ફરીથી પ્રયાસો થશે. તેઓએ મને ઝુકાવી દેવાના પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ થયા નહીં. જ્યારે હું જેલમાં હતો ત્યારે તેઓએ મને ખૂબ ત્રાસ આપ્યો હતો. હું 30 વર્ષથી ડાયાબિટીસનો દર્દી છું. હું 10 વર્ષથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઉં છું. EDએ કેજરીવાલની 21 માર્ચે લીકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરી હતી. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. તેમને 2 જૂને તિહાર જેલમાં સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું. કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સની ખાસ વાતો... AAPએ કહ્યું- કેજરીવાલનું કીટોન લેવલ ઘટ્યું છે, આ ગંભીર બીમારીની નિશાની છે
આમ આદમી પાર્ટીએ સોમવારે દલીલ કરી હતી કે તેમની ધરપકડ બાદ કેજરીવાલનું વજન 7 કિલો ઘટી ગયું છે અને તેમનું કીટોન લેવલ ઊંચું છે, જે કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. AAPએ એમ પણ કહ્યું હતું કે ડોક્ટરોએ કેજરીવાલને પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી અને કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (PET-CT) સ્કેન અને અન્ય કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી, જેના કારણે તેમણે વચગાળાના જામીન લંબાવવાની માગ કરી છે. જેલમાં હતા ત્યારે તેમનું શુગર લેવલ પણ સતત ચર્ચાનો વિષય બન્યું હતું. કેજરીવાલ અને તેમની પાર્ટીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમને ઇન્સ્યુલિન આપવામાં આવતું નથી. કેજરીવાલની સુપ્રીમ કોર્ટમાં અત્યારસુધીમાં 7 વખત સુનાવણી થઈ ચૂકી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.