હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટમાં રાત્રે મુંબઈની ફલાઈટ કેન્સલ થતાં મુસાફરોએ હંગામો મચાવ્યો
હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગઈકાલે રાત્રે ઈન્ડિગો એર લાઈન્સની રાજકોટ મુંબઈની ફલાઈટ મધરાત્રે સુધી નહી આવતા અંતે રદ થયાની જાણ કરાતા મુસાફરોએ હંગોમો મચાવ્યો હતો. એર લાઈન્સ કંપનીએ અમુક મુસાફરો બાય રોડ અમદાવાદ પહોંચાડી ત્યાંથી મુંબઈ અને અન્ય કનેકટીંગ ફલાઈટની વ્યવસ્થા કરી હતી અન્ય મુસાફરો માટે આજે સાંજની ફલાઈટ મુંબઈ પહોંચાડવામાં આવશે.
ઈન્ડિગો એરલાઈન્સ ગઈકાલે રાજકોટ-મુંંબઈની 7:45 કલાકની ફલાઈટના મુસાફરો સમય સાંજના છ કલાકે એરપોર્ટ પહોંચ્યા હતા. પ્રથમ એર લાઈન્સ કંપનીએ ફલાઈટ એક કલાક ડીલે હોવાની ઉપસ્થિત મુસાફરોને જાણ કરી હતી. ત્યાર બાદ 10:20 સમય આપ્યા બાદ રાત્રે 12:00 કલાકે આ ફલાઈટ કેન્સલ થયાની જાણ કરાતા સાંજના છ કલાકથી ફલાઈટની રાહ જોતા મુસાફરો તપી ગયા હતાં.
અમુક મુસાફરોને મુંબઈથી કનેકટેડ ફલાઈટ હોવાથી એર લાઈન્સ કંપનીને વ્યવસ્થા કરવા ઉગ્ર રજૂઆત કરતા વેધર અને ટેકનીકલ કારણોસર ફલાઈટ રદ થયાના ગાણા ગાઈ રીંફડ આપવાનું અધિકારીઓએ જણાવતા મુસાફરો જાણ બન્યા હતાં. એર લાઈન્સ કંપનીએ અમુક મુસાફરોને બાય રોડ અમદાવાદથી ફલાઈટ મારફત મુંબઈ પહોચાડવાની વ્યવસ્થા કરી અમુકને આજે સાંજની મુંબઈ ફલાઈટમાં જવાની વ્યવસ્થા કરી હતી.
કેટલાક મુસાફરોને હોટલમાં આરામ કરવા પહોંચાડયા હતાં. ગઈકાલની આ મુંબઈ ફલાઈટમાં મુંબઈથી રાજકોટમાં 145 મુસાફરો અને રાજકોટ-મુંબઈ જતા 168 મુસાફરો ફલાઈટ રદ થતા હેરાન-પરેશાન થયા હતાં. અને એર લાઈન્સ કંપનીનાં અધિકારીઓ સમક્ષ રોષ સાથે ભુખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.