ગઢડા તાલુકાના મહિલા રોજગારઇચ્છુક ઉમેદવારોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી અને માર્ગદર્શન માટે વિશેષ સેમીનારનું આયોજન
ગઢડા તાલુકાના મહિલા રોજગારઇચ્છુક ઉમેદવારોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી અને માર્ગદર્શન માટે વિશેષ સેમીનારનું આયોજન
સ્થળ પર જ મહિલા રોજગારઈચ્છુકો બોટાદ રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધણી, રિન્યુઅલ પણ કરાવી શકશે
૨૭ જુલાઇના રોજ ગઢડાની શ્રી સ્વામીનારાયણ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સેમીનાર યોજાશે
ગઢડા તાલુકાના મહિલા રોજગારઇચ્છુક ઉમેદવારોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે શ્રી સ્વામીનારાયણ મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ,ગઢડા ખાતે તા.૨૭/૦૭/૨૦૨૩ના સવારે ૧૦:૩૦ કલાકે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ સ્થળ પર મહિલા રોજગારઈચ્છુકોની નામ નોંધણી પણ કરવામાં આવશે.આ કેમ્પ દરમિયાન નામ નોંધણી કરાવવા ઈચ્છુક ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તમામ અસલ દસ્તાવેજ તથા ઝેરોક્ષ નકલ અને ફોટોગ્રાફ સાથે રૂબરૂમાં ઉપસ્થિત થવાનું રહેશે. નામ નોંધણી કરાવેલા ઉમેદવારો પૈકી નામ નોંધણી તાજી(Renewal) કરવાની તેમજ શૈક્ષણિક લાયકાતનો ઉમેરો કરવાની કામગીરી પણ કરવામાં આવશે. આ સેમીનાર નિ:શુલ્ક છે. વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી – બોટાદનાં રોજગાર સેતુ કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો તેમ ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારીશ્રી બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.