ફાયર NOC મુદ્દે 8થી વધુ કોલેજ સીલ, 20 હજાર વિદ્યાર્થીની પરીક્ષા પાછી ઠેલાઈ - At This Time

ફાયર NOC મુદ્દે 8થી વધુ કોલેજ સીલ, 20 હજાર વિદ્યાર્થીની પરીક્ષા પાછી ઠેલાઈ


બી.એ., બી.કોમ. સહિતના કોર્સની સેમ-2ની પરીક્ષા હવે 20ને બદલે 27 જૂનથી શરૂ થશે

શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી શાળા-કોલેજમાં ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીના સાધનો અંગેનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. અગાઉ 100થી વધુ શાળાઓ સીલ કર્યા બાદ હવે કોલેજમાં પણ ચેકિંગ શરૂ કરાયું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન રાજકોટની કેટલીક ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજ પણ ફાયર એનઓસી કે સેફ્ટીના સાધનોના અભાવે સીલ કરવામાં આવી છે. 8થી વધુ કોલેજ સીલ કરી દેવાતા આગામી 20મીથી શરૂ થનારી 20 હજારથી વધુ વિદ્યાર્થીની પરીક્ષા એક સપ્તાહ પાછળ ઠેલાવી પડી છે. હવે 20 જૂનથી શરૂ થનારી બી.એ., બી.કોમ. સહિતના સેમેસ્ટર-2ના કોર્સની પરીક્ષા 27 જૂનથી શરૂ કરવા યુનિવર્સિટી દ્વારા પણ સત્તાવાર પરિપત્ર કરીને જાહેરાત કરી દેવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.