જસદણના રેખાબેન સાથલીયાનું પેટમાં દુઃખાવો ઉપડયા બાદ મોત
જસદણના રેખાબેન સાથલીયાનું પેટમાં દુઃખાવો ઉપડયા બાદ મોત
જસદણમાં ગોખલાણા રોડ પર ગરબી ચોકમાં રહેતાં રેખાબેન હિમતભાઇ સાથલીયા (ઉ. ૫૨)ને ગત રાતે પેટમાં દુઃખાવો ઉપડતાં જસદણ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી આટકોટ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
રેખાબેનના પતિ જસદણ કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ જસદણ પોલીસને જાણ કરી હતી
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.