રાજકોટ મનપા દ્વારા રેલનગર-માધાપરમાં ધાર્મિક દબાણો તેમજ 4 મકાનો ઉપર બુલડોઝર ફેરવાયું; રૂપિયા 31 લાખની જમીન ખુલ્લી કરાઈ - At This Time

રાજકોટ મનપા દ્વારા રેલનગર-માધાપરમાં ધાર્મિક દબાણો તેમજ 4 મકાનો ઉપર બુલડોઝર ફેરવાયું; રૂપિયા 31 લાખની જમીન ખુલ્લી કરાઈ


રાજકોટના નવા મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યાના બીજા જ દિવસે આજે લાંબા સમય બાદ કોર્પોરેશનના બુલડોઝર ગેરકાયદેસર બાંધકામો ઉપર ફરી વળ્યાં હતા. જેમાં રેલનગર વિસ્તારમાં મંદિર અને માધાપર વિસ્તારમાં દરગાહના રૂમ તેમજ ચાર રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ વિજિલન્સ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image