રાજકોટમાં સ્પા-સંચાલક દંપતીએ ગ્રાહકો પાસે બળજબરીથી શરીર સંબંધ બંધાવ્યા, યુવતીને વેશ્યાવૃત્તિમાં ધકેલી
રાજકોટમાં સ્પાના ઓઠા હેઠળ અવારનવાર કૂટણખાનું ઝડપાઈ છે તેમજ ગોરખધંધા ચાલતા હોવાના બનાવ સામે આવે છે. ત્યારે જેતપુરના સ્પા-સંચાલક રાજકોટના દંપતીને મોલમાં એક યુવતી સાથે પરિચય થયા બાદ તેને નોકરી આપવાની લાલચ આપી હતી. સ્પા-સંચાલક શખસે એક દિવસ અચાનક લોન્ગ ડ્રાઇવ પર જવાનું કહી યુવતીને જેતપુર આવેલા પોતાના એ.બી. સ્પામાં લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બાદ દંપતીએ અન્ય બે-ત્રણ ગ્રાહકોને બોલાવી બળજબરીથી શરીર સંબંધ બંધાવી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.