સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BAPSનો કોર્સ શરૂ કરવાની પેરવીથી સાધુ-સંતો કાળઝાળ શીખવવું જ હોય તો સનાતન ધર્મમાંથી શીખવો – ઈન્દ્રભારતીબાપુ
હિંદુઓની વર્ષો જૂની પરંપરાને કોરાણે મૂકી માત્ર એક જ સંપ્રદાયની વાહવાહી કરવાથી સનાતન ધર્મ ખતરામાં આવી જશે; સાધુ-સંતો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી શૈક્ષણિક વર્ષથી દરેક કોલેજમાં બીએપીએસનો કોર્સ શરૂ કરવા જઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના સાધુ-સંતોએ તેની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ગિરનાર મંડળના પ્રમુખ અને પંચદશનામ જૂના અખાડાના ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, આ બાબતે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે, ધર્મના માધ્યમથી મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવું હોય તો સનાતન ધર્મમાંથી શીખવાડો જેથી કરીને હિંદુઓની હજારો વર્ષ જૂની પરંપરા જળવાઈ રહે જો આમ કરવામાં નહિ આવે તો સનાતન ધર્મ ખતરામાં આવી જશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.