મકરસંક્રાંતિ નિમિત્તે સદભાવના બળદ આશ્રમ અને શ્વાન આશ્રમમાં દાન આપવા અપીલ ૧૫૦૦ બળદ અને ૧૩૫ શ્વાનોને અપાયો આશ્રય - At This Time

મકરસંક્રાંતિ નિમિત્તે સદભાવના બળદ આશ્રમ અને શ્વાન આશ્રમમાં દાન આપવા અપીલ ૧૫૦૦ બળદ અને ૧૩૫ શ્વાનોને અપાયો આશ્રય


મકરસંક્રાંતિ નિમિત્તે સદભાવના બળદ આશ્રમ અને શ્વાન આશ્રમમાં દાન આપવા અપીલ

૧૫૦૦ બળદ અને ૧૩૫ શ્વાનોને અપાયો આશ્રય

રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા બળદ આશ્રમ અને શ્વાન આશ્રમ ચલાવવામાં આવે છે. ગુજરાતના કોઈપણ ગામ-શહેર, હાઈવે પર બળદ છુટા, રખડતા, લાચાર–બીમાર કે વયોવૃધ્ધ અવસ્થામાં, અનાથ, નિરાધાર બળદોને સદભાવના બળદ આશ્રમ દ્વારા આશરો અપાઈ રહ્યો છે. કોઈ નિરાધાર, નિરાશ્રીત, બીમાર કે રસ્તે રખડતા, કતલખાને જતાં કે ભૂખ-તરસ–બિમારીથી કમોતે મરતા ભવિષ્યમાં ૧૦.૦૦૦ જેટલા બળદોને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) દ્વારા નિઃશુલ્ક, આજીવન, આશરો આપવામાં આવશે. હાલમાં પણ ૧૫૦૦ જેટલા બળદોને ‘સદભાવના બળદ આશ્રમ’ ખાતે આશરો અપાયો છે.
શ્વાન એ આપણી આસપાસ ચોમેર હોય છે. આપણા પરિવારનો જ એક હિસ્સો હોય છે. કમનસીબે શ્વાનો અકસ્માતમાં ઘવાઈને,બીમાર પડીને, ઉંમરને કારણે લાચાર બની જતા હોય છે. એવા નિ:સહાય, લાચાર શ્વાનો માટે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ‘સદભાવના શ્વાન આશ્રમ’ ની શરૂઆત કરવામાં આવી છે. અહી ચાલી ન શકતા, ઊભા ન થઈ શકતા, પેરેલિસીસવાળા, કમર ભાંગેલા ,ફ્રેકચરવાળા, અંધ, અપંગ શ્વાનોને કાયમી આશરો મળી રહ્યો છે તેમજ તેમને જરૂરી સારવાર, સુવીધાઓ મળે છે. સંસ્થા દ્વારા નિત્ય જરૂરી સારવાર, વેકસીનેશન, ઓપરેશન વગેરે કરવામાં આવે છે અને એક પરિવારના સભ્યની જેમ તેમનો નિર્વાહ કરવામાં આવે છે. પ્રથમ તબક્કે ૫૦૦ શ્વાનોને આશરો અપાશે. હાલમાં જોઈ ન શકતા હોય એવા ૧૦, ઉંમરવાળા ૧૦ અનાથ ૨૧, પેરેલિસીસવાળા 64, અન્ય ૩૦ એમ ૧૩૫ શ્વાનો આશ્રય લઇ રહ્યા છે. આ શ્વાનોને દરરોજ મ્યુઝીક થેરાપી આપવામાં આવે છે. દરેક બીમાર શ્વાનોનું દરરોજ ચેકઅપ અને સારવાર થાય છે. મકરસંક્રાંતિ એ હિન્દુ ધર્મમાં એક એવો તહેવાર છે જેનું ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ છે. પુરાણોમાં મકર સંક્રાંતિને દેવતાઓનો દિવસ કહેવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન સો ગણું વળતર આપે છે. અનુદાન આપી અબોલ જીવોના પ્રાણદાનમાં ઉપયોગી સદભાવના બળદ આશ્રમ અને શ્વાન આશ્રમમાં દાન આપવા અપીલ કરવામાં આવી છે.
સદભાવના બળદ આશ્રમ : કાલાવડ રોડ, ખીરસરા અને દેવગામની ધાર, ગુફેશ્વર મહાદેવનું મંદિર, ભૂમી એગ્રોની પાછળ, રાજકોટ (મો. 74859 22224)
સદભાવના શ્વાન આશ્રમ : જામનગર રોડ,ખંઢેરી સ્ટેડિયમની સામે, ગારડી કોલેજની બાજુમાં,રાજકોટ (મો. 74859 22224)

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.