પરપ્રાંતિય યુવકના ખિસ્સામાંથી રોકડ રૂા.30 હજારની તફડંચી કરનાર રિક્ષા ગેંગ ઝડપાઈ
શિતલપાર્ક મેઈન રોડ પરથી પરપ્રાંતિય યુવકના ખિસ્સામાંથી રોકડ રૂા.30 હજારની તફડંચી કરનાર રિક્ષા ગેંગને ગાંધીગ્રામ પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે રામાપીર ચોકડી પાસે રહેતા મૂળ ઉતરપ્રદેશના વતની અસરફઅલી અજમતઅલીએ જણાવ્યું હતું કે ગઈ તા.17ના તેના ગામથી તેના નાના ભાઈનો ફોન આવેલ કે તેમની માતાની તબીયત ખરાબ છે સારવારમાં લઈ જવા છે ત્યાંથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર જેથી તેઓ રૂા.30 હજાર રાખેલ હોય તે ઓનલાઈન ટ્રાન્સફર કરવા તેમના ઘર પાસે ઉભેલ એક ઓટો રિક્ષામાં બજરંગવાડી જવા નીકળેલ જે રિક્ષામાં પહેલેથી જ બે શખ્સો બેસેલ હતા. થોડે આગળ રિક્ષા જતા એક શખ્સે કહેલ કે આગળથી એક મહિલાને બેસાડવી હોય તેથી તમે આગળના ભાગે જતા રહો, બાદમાં તેઓ આગળ જતા રહેલ અને રિક્ષા ત્યાંથી શિતલપાર્ક મેઈનરોડ પર પહોંચતા ડ્રાઈવરે કહેલ કે અમારે બજરંગવાડી બાજુ નથી જવુ બીજી બાજુ જવુ છે તમે અહી ઉતરી જાવ તેમ કહી રિક્ષામાંથી તે ઉતરી ગયેલ જે બાદ રિક્ષાચાલકે ભાડુ ન લઈ નાસી છુટતા તેમને શંકા જતા તેમની પાસે રહેલ પર્સની તપાસ કરતા રૂા.30 હજાર ભરેલ પર્સ ગાયબ હતું જેથી રૂા.30 હજાર રોકડ ભરેલ પર્સની ચોરી કરી રિક્ષા ગેંગ નાસી છુટતા ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ બી.ટી.અકબરીની રાહબરીમાં પીએસઆઈ એસ.એલ.ગોહિલ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ મુકેશ સબાડ, રોહીતદાન ગઢવી, પરેશ ગજેરાને મળેલ ચોકકસ બાતમીના આધારે શિતલ પાર્ક મેઈન રોડ પર રિક્ષા ગેંગ ફરી વખત ચોરી કરવાના ઈરાદે ઉભેલ હોવાની માહિતીથી સ્ટાફે બાતમીના સ્થળેથી રિક્ષાગેંગના હમીર કરમણ કુવરીયા, કીશન ઉર્ફે કરણ, માવજી શંખેશ્ર્વરીયા અને સુનીલ રાજુ વાઘેલા રહે. ત્રણેય રૈયાધારને પકડી પાડી રૂા. 55 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.