શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪ પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ ઉત્સવની ભવ્ય સંગીતસભર શરૂઆત - At This Time

શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪ પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ ઉત્સવની ભવ્ય સંગીતસભર શરૂઆત


શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪
પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ ઉત્સવની ભવ્ય સંગીતસભર શરૂઆત
મહા શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ જાણીતા લોકગાયક શ્રી ગીતાબેન રબારીએ શિવઆરાધના,નગર મેં જોગી આયા, કોન હે વો કોન હે...મેરા ભારત કા બચ્ચા જય જય શ્રી રામ...ગીતોથી શ્રોતાઓને ડોલાવ્યા

ગીર સોમનાથ, તા.૭: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર,ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિર‌ પરિસર ખાતે મહાશિવરાત્રી નિમિતે બે દિવસીય શ્રી સોમનાથ ઉત્સવ -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે.પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪ ની આજે મોડી સાંજે સંગીતસભર શરૂઆત થઈ હતી. મંત્રીશ્રીએ ભક્તિસભર લોકસંગીતના કાર્યક્રમને માણ્યો હતો.
પ્રસિધ્ધ લોકગાયક શ્રી ગીતાબેન રબારીએ શિવઆરાધના, પ્રભુ શ્રી રામ આયેંગે, કૌન હૈ, વો કૌન હેં... મેરા ભારત કા બચ્ચા-બચ્ચા જય જય શ્રી રામ બોલેગા ...નગર મેં જોગી આયા..સહિતના ભક્તિ સંગીતથી શ્રોતાઓને ડોલાવ્યા હતા. હાસ્ય કલાકાર શ્રી કલ્પેશ પ્રજાપતિએ દૂહા અને હાસ્યરસ પિરસીને લોકોને મંત્રમૂગ્ધ કર્યા હતા.ગીર સોમનાથવાસીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લોકસંસ્કૃતિને ઉજાગર કરતા ગીતો, હાસ્યરસથી સભર સાંસ્કૃતિક કાર્યક્રમ મનભરી માણ્યો હતો.આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબેન મૂછાર, જિલ્લા કલેકટર શ્રી ડી.ડી. જાડેજા, અધિક કલેક્ટર શ્રી આર.જી.આલ, આર.એન્ડ બી.ના કાર્યપાલક ઈજનેર શ્રી સુનિલભાઈ મકવાણા, પ્રાંત અધિકારી શ્રી વિનોદભાઈ જોશી,
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સર્વ શ્રી પી.કે.લહેરી, સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા,અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પિઠીયા સહિતના આગેવાનો તેમજ ગીર સોમનાથની સ્થાનિક જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.