જુના પીપળીયા પ્રાથમિક શાળા વિદ્યાર્થી એ યાયવર પક્ષી નજારો જોવા મળ્યો - At This Time

જુના પીપળીયા પ્રાથમિક શાળા વિદ્યાર્થી એ યાયવર પક્ષી નજારો જોવા મળ્યો


જુના પીપળીયા પ્રાથમિક શાળા વિદ્યાર્થી એ યાયવર પક્ષી નજારો જોવા મળ્યો

ગુજરાતમાં દર વર્ષે યાયાવર પક્ષીઓ શિયાળાની ઋતુમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને દ્વારકા, જામનગર, નળ સરોવર વગેરે જગ્યાએ આવી પહોચે છે, આ વર્ષે પણ મોટી સંખ્યામાં સાઈબેરીયાથી આવતા કૂંજ પક્ષીઓ જોવા મળ્યાં હતાં. હાલ શિયાળો પુરો થવામાં છે ત્યારે આ યાયાવર પક્ષીઓ નાના-મોટા ઝુંડમા ફરી પોતાના વતન પરત ફરી રહ્યા છે જેનો અદભૂત નજારો તેના કિલકિલાટ સાથે ખુલ્લા આકાશમા જોવા મળેછે. મંગળવારે જસદણ તાલુકાની શ્રી જુનાપીપળીયા તાલુકા શાળાના પર્યાવરણ શિક્ષક આશિષભાઈ રામાણી દ્વારા વિદ્યાર્થીઓને ખુલ્લા આકાશમા પાછા ફરતા યાયાવર પક્ષીઓના રમણીય નજારાની જલક જોવાનો આનંદ બાળકોને કરાવ્યો. વિસ્તૃત સમજ સાથે બાળકોના કૂતુહલ પ્રશ્નો અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. ફોટામાં આ નજારો જોઈ શકાય છે.

Report Karshan Bamta Atkot


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.