પાલીતાણા – ઉપલેટા રૂટની બસને લગઝરી બસ માંથી એક્સપ્રેસ બસ તરીકે તબદીલ કરવા પ્રા.જે.એમ.તલાવીયાની રજુઆત
પાલીતાણા - ઉપલેટા રૂટની બસને લગઝરી બસ માંથી એક્સપ્રેસ બસ તરીકે તબદીલ કરવા પ્રા.જે.એમ.તલાવીયાની રજુઆત
અમરેલી : ઉપલેટા ડેપોની, જૂનાગઢ ડિવિઝનની પાલીતાણા - ઉપલેટા બસ પાલીતાણા થઈને વાયા ગારીયાધાર - મોટા ચારોડીયા - ક્રાકચ - લીલીયા થી સવારે અમરેલી આવે છે. આ બસમાં આ રૂટના વિદ્યાર્થીઓ અપ - ડાઉન કરતા હતા. જે બસને લગઝરી કરવામાં આવતા મોટા ચારોડીયા અને ક્રાકચ ઉભી રહેતી નથી, ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે આ સમય ગાળામા અન્ય વિકલ્પ પણ નથી તેથી ઘણી મુશ્કેલી થાય છે. આ બસને ફરી એક્સપ્રેસ બસમાં તબદીલ કરાવવા ઘટતી કાર્યવહી કરવામાં આવે તેવી માંગણી પ્રા.જે.એમ.તલાવીયાએ વિભાગીય નિયામક, અમરેલીને કરી છે. તેમણે આ અંગે પત્રની નકલ વિભાગીય નિયામક, એસ.ટી.ડિવિઝન, જૂનાગઢ અને ડેપો મેનેજર, અમરેલીને મોકલી રજુઆત કરી છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.