લોહાનગરના બંધ મકાનમાંથી રૂ.3.98 લાખની રોકડ ચોરાઇ - At This Time

લોહાનગરના બંધ મકાનમાંથી રૂ.3.98 લાખની રોકડ ચોરાઇ


રાજકોટના લોહાનગરમાં રહેતા મૂળ અમદાવાદના ડુમાણાના મુકેશભાઇ પ્રહલાદભાઇ ઉધરેજા(ઉ.વ.39)ના મકાનમાંથી રોકડા રૂ.3.98 લાખની ચોરી થયાની એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ છે.આ અંગે પીઆઇ કે.એન.ભૂકણ સહિતના સ્ટાફે કાર્યવાહી શરૂ કરી છે.
મુકેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું અલગ અલગ મોટી કંપનીઓમાંથી જુનો ભંગાર લઇ અને ભંગારના ડેલા વાળા વેપારીઓને વેચવાનુ કામ કરૂ છું.ગઇ તા.23/10 ના રોજ સવારના દશેક વાગ્યાની આસપાસ અમે મારા ઘરને તાળુ મારી હું મારા પરીવાર સાથે જામનગર અમારા સંબંધીના ઘરે ગયો હતો અને ત્યાથી રાત્રે સાડા દશેક વાગ્યાની આસપાસ અમે બધા ટ્રેનમાં બેસી મારા વતનમા ડુમાણા ગામે માતાજીના નિવેદ તેમજ હવનનો પ્રસંગ હતો ત્યા ગયા હતા અને ત્યા ગામડે રોકાયા હતા.તા.30/10 ના રોજ સાંજના પાંચેક વાગ્યાની આસપાસ હુ મારા ધરે આવેલ અને ડેલીનુ તાળું ખોલી અને ઘરમા ગયો તો ઘરનો મુખ્ય દરવાજા ખુલ્લો હતો અને દરવાજાનો નકુચો તુટેલી હાલતમા હતો.
ઘરમાં જઇને જોયુ તો પેલા રૂમમા બધો સરસામાન વેર વિખેર હાલતમા હતો રૂમમા રહેલ તિજોરી ખુલ્લી હતી અને તિજોરીના લોક તુટેલી હાલતમા હતા અને કબાટની બાજુમાં રાખેલ સુટકેસ પણ ખુલેલ હાલતમા પડેલ હતી અને આ સુટકેસમા મે મારી દીકરીના લગ્ન માટે ભેગા કરેલ રોકડા રૂ.3.98 રાખેલ હતા તે કયાય જોવામા આવેલ નહી જેથી મેં બીજા રૂમમાં જઇ ને જોયુ તો તે રૂમમાં પણ રૂમનો સામાન વેર વિખેર હાલતમાં હતો અને ઘરમા તપાસ કરતા કયાંય પૈસા જોવામા આવેલ નહી અને કોઇ અજાણ્યો ચોર ઇસમ દિવાલ ટપી ઘરના ફળીયામા અંદર આવી ઘરના મુખ્ય દર વાજાનો નકુચો તોડી ધરમા અંદર આવી અને ઘરની સુટકેસમા રાખેલા રોકડા રૂ.3.98 લાખની ચોરી કરી લઈ જતા ફરિયાદ નોંધાઈ હતી.આ અંગે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.