રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાને સખત શબ્દોમાં વખોડી માળીયા હાટીના મામલતદાર ઓફીસ ખાતે આવેદનપત્ર આપ્યું
રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાને સખત શબ્દોમાં વખોડી માળીયા હાટીના મામલતદાર ઓફીસ ખાતે આવેદનપત્ર આપ્યું અગ્રણીઓ અને યુવાનો જોડાયા
માળિયા હાટીના કરણી સેના દ્વારા આજરોજ અત્રેના મહારાણા ચોક ખાતે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવીને રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે જઈ રાજસ્થાનના જયપુર ખાતે રાજપૂત સમાજના આગેવાન સુખદેવસિંહજી ગોગામેડીની ઘાતકી હત્યાને પગલે સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજના રોષ ભભુકી ઉઠયો છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના માળિયા હાટીના, શ્રી રાજપૂત કરણીસેના માળિયા હાટિના , વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ સર્વે હિન્દુ સમાજ સંગઠન માળિયા હાટિનની રાહબરી હેઠળ નાયબ મામલતદાર શીંગળયા ને આપેલ આવેદનમાં જણાવ્યું છે કે રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષની ઘરમાં ઘૂસી ગોળી મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે જેને સખત શબ્દોમાં વખોડીને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સંગઠનની યોગ્ય માંગણીને ન્યાય આપવા હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્રમાં માંગણી કરવામાં આવીછે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.