ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મોટરસાયકલ અને અન્ય બીજા ચાર (૪) મોટરસાઇકલ સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ ક૨તી બોટાદ ટ્રાફિક શાખા - At This Time

ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મોટરસાયકલ અને અન્ય બીજા ચાર (૪) મોટરસાઇકલ સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ ક૨તી બોટાદ ટ્રાફિક શાખા


બોટાદ ટ્રાફીક શાખાના પો.સબ.ઈન્સ કે.એન. પટેલ અને કર્મચારીઓ બોટાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ,તે દરમ્યાન ગઢડા રોડ તરફથી એક નંબર પ્લેટ વગરનું હીરોહોન્ડા સ્પ્લેન્ડર મો.સા ડબલ સવારી માં આવતા તેને ઉભુ રખાવી અને મો.સા. ચાલકનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ વિરમભાઈ ઉર્ફે જોરૂ મેવાડા ઉ.વ. ૩૪ ધંધો-ડ્રાઇવીંગ ૨હે.ટાટમ ગામ, તા.ગઢડા જી.બોટાદ વાળો હોવાનું જણાવેલ તથા પાછળ બેઠેલ ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ પ્રવિણભાઈ તલસાણીયા ઉ..વ.૩૧ ધંધો- ડ્રાઇવીંગ રહે.બોટાદ, ઢાંકણીયા રોડ, તુલસીનગર-૧, હોવાનું જણાવેલ. જેની પાસે રહેલ મો.સા.ના માલીકીનાં પુરાવા માંગતા, મો.સા. ની આર.સી.બુક તથા જરૂરી કાગળો બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપતા ન હોય જીણવટભરી રીતે પુછપરછ કરતાં તેણે આ મો.સા. તથા અન્ય ચાર (૪) મો.સા. પ્રવિણભાઈ ઉર્ફે પવો સાકરીયા રહે. અળવ અલગ અલગ જગ્યાએથી મો.સા. ચોરી કરીને લાવે છે અને તે તમામ મોટરસાયકલ ચાલક પ્રવિણભાઈ તલસાણીયા ૨હે.બોટાદ વાળાને આપે છે અને તેઓએ વિરમભાઈ વાઘાભાઈ મેવાડા ૨હે.ટાટમ વાળાને આપે છે તેમ હકીકત જણાવતા મજકુર ઈસમના કબ્જાના આ તમામ પાંચ (૫) મોટરસાઇકલ ની કુલ કિ.રૂ.૧,૩૦, ૦૦૦/-નું ગણી મજકુર ઈસમોને સી.આર.પી.સી કલમ.૪૧(૧), (ડી) મુજબ આ કામે અટક કરી આગળની ધોરણસર કાર્યવાહી કરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.