માળીયા હાટીના તાલુકા માં વિકાસ ને લઈ ને વિકાસ યાત્રા સંમેલન યોજવામાં આવ્યું જ્યારે માળીયા મેંદરડા માં 4.58 કરોડ ના વિકાસ ના કામો નું ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યુ
માળીયા હાટીના શહેર ખાતે ભાજપ દ્વારા વિકાસ ના કામો ને લઈ ને વિકાસ યાત્રા અંતર્ગત સભા યોજવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે માળીયા હાટીના તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપ સીસોદીયા સાથે જૂનાગઢ જિલ્લા પંચાયત બાધકામ સમિતિ ના ચેરમેન દિલીપસિંહ સીસોદીયા તેમજ માળીયા તાલુકા ના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરસી ભાઈ જાવીયા સહિત જિલ્લા પંચાયત જુનાગઢ પ્રમુખ દિનેશભાઇ ખાટારીયા ,તેમજ મેંદરડા પ્રાંત અધિકારી નિશાબા ચુડાસમા અને આગેવાનો ઉપસ્થિત રહિયા હતા
જ્યારે જિલ્લા પંચાયત ના પ્રમુખ દિનેશભાઇ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પક્ષ ની સરકાર છે અને રહેશે એમને કોઈ ઉખાડી નહીં શકે જ્યારે ધારાસભ્ય દ્વારા પણ વિકાસ ના કામો નથી કરી શક્યા તે કામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા માળીયા ના વીકાસ ના કામ કર્યા છે તેમજ આવનારા દિવસો માં માળીયા હાટીના તાલુકા ના વિકાસ માટે હમે તત્પર રહેસુ
સાથે સાથે આ સભા માં આવેલ તમામ લોકોએ વિકાસ ના કામો ની એક ફિલ્મ નિહાળી હતી તેમજ માળીયા અને મેંદરડા તાલુકા માં રૂ.4.58 કરોડ ના વિકાસ ના કામો નું ડિજિટલ ખાતર્મુહુત શાંતા બેન ખટારિયાના હાથે કરવામાં આવ્યું હતુ તેમજ શાંતા બેન ખાટારીયા દ્વારા સભા ને સંબોધી હતી
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.