સસ્તામાં ડુપ્લીકેટ નંબર પ્લેટ વેંચનાર દુકાનદાર નીરવ વરૂ સામે ગુનો નોંધાયો - At This Time

સસ્તામાં ડુપ્લીકેટ નંબર પ્લેટ વેંચનાર દુકાનદાર નીરવ વરૂ સામે ગુનો નોંધાયો


સસ્તામાં ડુપ્લીકેટ નંબર પ્લેટ વેંચનાર દુકાનદાર નીરવ વરૂ સામે ગુનો નોંધાયો છે. 15 દિવસ પહેલાં એસઓજીની ટીમે બીગ બઝાર પાછળ બ્રહ્મ કુંજ સોસાયટીમાં આવેલ દુકાનમાં દરોડો પાડી ડુપ્લીકેટ 151 નંબર પ્લેટ પકડી પાડ્યા બાદ આરટીઓનો રિપોર્ટ આવતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે એસઓજી શાખાના પીએસઆઇ આર.જે.કામળિયાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.30 ના તેઓ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, ઉપેંદ્રસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં ત્યારે ચંન્દ્રપાર્ક મેઈન રોડ બીગ બઝાર પાછળ બ્રહ્મ કુંજ સોસાયટી શેરી નં.02 ના ખુણે ગીરીરાજ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-8 માં નીરવ ધીરૂ વરૂ (રહે.શ્રીનાથજી સોસાયટી શેરી નં-10) આર.ટી.ઓ. માન્ય હોય તે રીતની તેને મળતી ભળતી ડુબ્લીકેટ નંબર પ્લેટ ગ્રાહકોને બનાવી આપે છે.
તેવી ચોક્કસ બાતમીના આધારે દુકાનમાં દરોડો પાડી કાઉન્ટર ટેબલ પર ત્યા ખુરશી ઉપર બેસેલ શખ્સની અટક કરી તેનું નામ પૂછતા પોતે નીરવ ધીરૂ વરૂ હોવાનું અને પોતે ગ્રાફીક ડીઝાઇનરનું કામ કરે છે તેવું જણાવ્યું હતું. બાદમાં તેની દુકાનમા તપાસ કરતાં અલગ-અલગ કલરની પ્રીન્ટેડ નંબર પ્લેટના ફોટા લગાડેલ અને તે બેસેલ તે ટેબલ ઉપર જોતા અલગ-અલગ પુઠાના બોકસમા આર.ટી.ઓ. ને લગત અલગ-અલગ નંભરની ગુજરાત પાસીંગની નંબર પ્લેટો જોવામા આવેલ જે રાખવા બાબતે કે બનાવવા બાબતે આધાર પુરાવા માંગતા કોઈ આધાર નહિ હોવાનું જણાવ્યું હતું. જેથી કુલ 151 નંબર પ્લેટ કબ્જે લઈ તેને નોટીશ આપવમા આવેલ હતી.
બાદમાં તે નંબર પ્લેટો જરૂરી તપાસણી અર્થે રાજકોટ આર.ટી.ઓ.માં મોકલવામા આવેલ જે અંગે આરટીઓ અધિકારીએ તે 151 નંબર પ્લેટ આર.ટી.ઓ. માન્ય નહી હોવાનુ જણાવતાં દુકાનદાર નીરવ સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.