ગૌરવવંતી ગુરુપૂર્ણિમા ઉજવાઈ લોયાધામમાં - At This Time

ગૌરવવંતી ગુરુપૂર્ણિમા ઉજવાઈ લોયાધામમાં


ગૌરવવંતી ગુરુપૂર્ણિમા ઉજવાઈ લોયાધામમાં

ગુરુપૂર્ણિમા એટલે ગુરૂઋણ માંથી મુક્ત થવાનો અવસર વૈદિક સંપ્રદાયમાં આજના શુભ દિને શિષ્યો પોતાના હૃદયના ભાવો ગુરૂચરણે સમર્પિત કરતા હોય છે.ગુરૂઋણમાંથી મુક્ત થવું અશક્ય છે છતા યતકિંચિત રાજીપો પ્રાપ્ત કરવા મથતા હોય છે.

રાણપુર પાસે આવેલા તીર્થરાજ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામમાં બિરાજિત શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી અલૌકિક શાંતિનો અનુભવ અનેક ભક્તોએ કર્યો હતો.લોયાધામના જીર્ણોધ્ધારક અને અનેક ભક્તોના હૃદયમાં ગુરૂપદે શોભતા એવા પ.પુ.સ.ગુ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી નું પૂજન કરી ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.ગુરુદેવે હૃદયની હાટડી ખોલતા ઉપદેશના રૂપમાં જણાવ્યું કે " સનાતન ધર્મ નું મૂળ વેદ છે મોક્ષના માર્ગમાં સનાતન તત્વ એક પરબ્રહ્મ છે મોક્ષના માર્ગમાં સદ્ગુરુ મુખ્ય છે.સદ્ગુરુ વગર મોક્ષ અશક્ય છે.ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકરી છે.
સભામાં શ્રી ઠાકોરજી મહારાજનું, દિવ્ય સદ્ગુરુઓનું પૂજન ગુરુદેવે કર્યું.ઉત્સવમાં પધારેલ સંતો-ભક્તોએ પુ.ગુરુજીનું હૃદયના ભાવ સાથે પૂજન કર્યું.અંતે મહાપ્રસાદ લઇ સહુ છુટા પડ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.