ચૂંટણી જાહેર થયા બાદ અરવલ્લી જિલ્લાની હદમાંથી ૭૫.૫૮ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો
લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી અરવલ્લી જિલ્લાને જોડતી આંતરાજ્ય બોર્ડરો અને જિલ્લાની ચેકપોસ્ટો ખાતે રાઉન્ડ ધી ક્લોક પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ચૂંટણી વિભાગ દ્વારા પણ ૧૩ એફએસટી,૨૭ એસએસટી,૧૦ વીએસટી,૩ વીવીટી અને ૩ એટી ટીમો કાર્યરત કરી દેવામાં આવી હતી. દરમિયાન ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લાની હદમાંથી ૭૫.૫૮ લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.