ભાવનગર રેલવે ડિવિઝનના 11 કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમ એવોર્ડથી સન્માનિત કરાયા - At This Time

ભાવનગર રેલવે ડિવિઝનના 11 કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમ એવોર્ડથી સન્માનિત કરાયા


ભાવનગર રેલવે ડિવિઝનના 11 કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમ એવોર્ડથી સન્માનિત કરાયા
ભાવનગર ડિવિઝનના 11 કર્મચારીઓને રેલ્વે કાર્ય પ્રણાલીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના ડીઆરએમ શ્રી રવીશ કુમારે તેઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કર્યું હતું. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ કર્મચારીઓને ઓક્ટોબર-2023 મહિનામાં રેલ્વે સંરક્ષા અને વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. વરિષ્ઠ મંડલ પરિચાલન પ્રબંધક શ્રી અભિનવ જેફ દ્વારા તમામ કર્મચારીઓને પ્રશસ્તિ-પત્ર આપવામાં આવ્યા હતા.
એવોર્ડ મેળવનાર કર્મચારીઓની વિગતો નીચે મુજબ છેઃ શ્રી યશપાલ રાજપૂત (ડેપ્યુટી સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ, ચુડા), શ્રી રાકેશ કુમાર (ડેપ્યુટી સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ, ચુડા), શ્રી સંજય કેશુ (પોઈન્ટ્સ મેન - બોટાદ), શ્રી ગણેશ કુમાર (કાંટેવાલા, રાજુલા જં.), શ્રી સંજય ડી. મકવાના (કાંટેવાલા, દામનગર), શ્રી અનિલ કુમાર (ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ, લીંબડી), શ્રી હરિશંકર યાદવ (ટ્રાફિક ઈન્સ્પેક્ટર, જૂનાગઢ), શ્રી ગોમ અમરબીન ( પોઈન્ટ્સ મેન, વઢવાણ સિટી), શ્રી રાજેશ જાટવ (ટ્રેન મેનેજર/ગુડ્સ, બોટાદ), શ્રી જગદીશ કલ્યાણ (કાંટેવાલા, બોટાદ) અને શ્રી જયેશ ડી. (કાંટેવાલા, ઢસા જં.). સતર્કતા અને તકેદારી સાથે કામ કરીને, ઉપરોક્ત રેલ્વે કર્મચારીઓએ સંભવિત રેલ્વે અકસ્માતો અટકાવવામાં અને કાર્યકારી વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જેમાં સતત સ્પાર્કિંગ જોવા, વધારાના ખર્ચને ઘણી હદ સુધી નિયંત્રણમાં રાખવા અને હૈંગિંગ પાર્ટ્સને ધ્યાનમાં લેવા વગેરે જેવી ઘટનાઓનોસમાવેશ થાયછે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.