સારા સાથે બ્રેકઅપ બાદ કાર્તિક આર્યન છે સિંગલ:એક્ટરે કહ્યું, 'હું ડરીને ફરું છું, હું પ્રેમમાં અનલકી છું'; એક સમયે અનન્યા સાથે પણ જોડાયું હતું નામ - At This Time

સારા સાથે બ્રેકઅપ બાદ કાર્તિક આર્યન છે સિંગલ:એક્ટરે કહ્યું, ‘હું ડરીને ફરું છું, હું પ્રેમમાં અનલકી છું’; એક સમયે અનન્યા સાથે પણ જોડાયું હતું નામ


એક્ટર કાર્તિક આર્યને એક ઇન્ટરવ્યૂમાં પોતાની લવ લાઈફ વિશે વાત કરી હતી. જેમાં તેમને કહ્યું તે પ્રેમમાં પોતાને કમનસીબ ગણાવ્યો છે. કાર્તિકે એમ પણ કહ્યું છે કે તે હાલમાં સિંગલ છે. કાર્તિકનું નામ સારા અલી ખાન, અનન્યા પાંડે સાથે જોડવામાં આવ્યું છે. રાજ શમાનીના યુટ્યુબ ઇન્ટરવ્યૂમાં કાર્તિકે કહ્યું, 'એક સમયે મારા અંગત જીવન પર ઘણી ચર્ચા થતી હતી. ત્યારથી લઈને આજ સુધી આ જ વાત ચાલી રહી છે. હું ખાનગી રીતે ડેટિંગ પણ નથી કરતો. અત્યારે હું ડરીને ફરું છું. હું પ્રેમમાં હંમેશા અનલકી રહ્યો છું : કાર્તિક
કાર્તિકે વધુમાં કહ્યું, 'ફેમસ થયા પછી તમે ઓછા લોકોને મળો છો. તેનું કારણ કામમાં વ્યસ્ત રહેવું છે. તમે ઘણા પૈસા કમાઓ છો, પ્રખ્યાત બનો છો પરંતુ એક વાત ચોક્કસ છે કે તમે પ્રેમ ખરીદી શકતા નથી. હું કોઈને ડેટ કરતો નથી. મને રોમેન્ટિક હીરો પણ કહેવામાં આવે છે પરંતુ હું પ્રેમમાં કમનસીબ રહ્યો છું. જ્યારે પણ હું પ્રેમમાં પડું છું ત્યારે હું યોગ્ય વ્યક્તિને શોધવા માગુ છું. સારા અલી ખાન સાથે બ્રેકઅપ થયું હતું
કાર્તિક અને સારાએ ફિલ્મ 'લવ આજ કલ'ના શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, થોડા સમય પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સારાએ તેનું નામ લીધા વગર 'કોફી વિથ કરન 8'માં કાર્તિકને ડેટ કર્યાની કબૂલાત કરી હતી. આ પછી કાર્તિક આર્યને હવે સારાનું નામ લીધા વિના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શા માટે સંબંધોનો અંત આવ્યો તે પબ્લિક પ્લેટફોર્મ પર ચર્ચાનો વિષય ન હોવો જોઈએ. કાર્તિકે કહ્યું હતું કે તેને પોતાના જૂના સંબંધો વિશે વાત કરવાનું પસંદ નથી.બ્રેકઅપનું કારણ શું છે તે પણ કહેવું પસંદ નથી. સારાથી અલગ થયા બાદ ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'ના શૂટિંગ દરમિયાન કાર્તિકનું નામ અનન્યા સાથે જોડાયું હતું. કાર્તિક 'ચંદુ ચેમ્પિયન'માં જોવા મળશે
​​​​​​​કાર્તિક આર્યનની આગામી ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. આ ફિલ્મની વાર્તા મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત છે. મુરલીકાંત પેટકર ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા છે, જેમણે 1970 કોમનવેલ્થ ગેમ્સમાં અને ફરીથી 1972માં જર્મનીમાં યોજાયેલી પેરાલિમ્પિક્સમાં દેશને ગૌરવ અપાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.