BJP કાર્યકરની હત્યા મામલે કર્ણાટકના CMએ કહ્યું- જરૂર પડશે તો ‘યોગી મોડલ’ અપનાવાશે
નવી દિલ્હી, તા. 29 જુલાઈ 2022, શુકવારકર્ણાટકમાં ભાજપના નેતા પ્રવીણ નેતારૂની હત્યા બાદ હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાર્ટીના કાર્યકરો આ હત્યાથી રોષે ભરાયા છે અને તેમની જ રાજ્ય સરકારને ઘેરી રહ્યા છે. આ કાર્યકરો સીએમ બસવરાજ બોમ્માઈની કાર્યવાહીથી સંતુષ્ટ નથી. તેમને આ કાર્યવાહી વધુ આકરી બનવા અપીલ કરવામાં આવી રહી છે.હવે આ તમામ વિરોધ વચ્ચે મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જરૂર પડશે તો રાજ્યમાં યોગી મોડલ લાગુ કરવામાં આવશે. તેઓ કહે છે કે, ઉત્તર પ્રદેશની પરિસ્થિતિ માટે યોગી આદિત્યનાથ યોગ્ય મુખ્યમંત્રી છે. તેવી જ રીતે, કર્ણાટકમાં પરિસ્થિતિનો સામનો કરવા માટે વિવિધ પદ્ધતિઓ છે. જરૂર પડશે તો કર્ણાટકમાં પણ યોગી મોડલ લાગુ કરવામાં આવશે. હવે સીએમનું આ નિવેદન મહત્વનું છે કારણ કે, આ સમયે પ્રવીણની હત્યા બાદ કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે. પ્રવીણ નેતારૂની હત્યાને લઈને ભાજપ અને સંઘ પરિવારના સમર્થકોનો એક વર્ગ બોમ્માઈ સરકારથી ખૂબ નારાજ છે. તેઓ સરકાર પર ભાજપના કાર્યકર્તાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવી રહ્યા છે અને યોગી મોડલની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, 32 વર્ષીય પ્રવીણ નેતારૂ ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર હતા. મંગળવારે પોતાની દુકાન બંધ કરતી વખતે તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ ભાજપના અનેક કાર્યકરો સરકાર અને પાર્ટીના નેતાઓથી નારાજ થયા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ ભાજપના પ્રદેશ પ્રમુખની ગાડીને ઘેરી લીધી હતી અને રાજીનામું આપીને વિરોધ નોંધાવ્યો હતો.આ વિરોધને કારણે સીએમ બોમ્માઈએ પોતાનો વાર્ષિક સમારોહ પણ રદ કરવો પડ્યો હતો. આ સમારોહ તેમના મુખ્યમંત્રી કાર્યકાળના એક વર્ષ પૂરા થવા પર આયોજિત થવાનો હતો.બોમ્માઈએ કહ્યું હતું કે, સરકાર દેશ વિરોધી ગતિવિધોઓઓ સામનો કરવા માટે આંતરિક સુરક્ષા વિભાગ સિવાય આતંકવાદ વિરોધી ટુકડીઓ અને વિશેષ કમાન્ડો એકમોને લાવશે. તેમણે કહ્યું હતું કે, સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા અને તેને નષ્ટ કરનારી શક્તિઓને ખતમ માટે સરકાર સમક્ષ કેટલાક પડકારો છે. બોમ્માઈએ કહ્યું હતું કે, આ પડકારો દેશના તમામ રાજ્યો સામે છે અને આવા દળોએ છેલ્લા 10 વર્ષમાં કર્ણાટકમાં માથું ઉચક્યું છે.તેમણે વધુમાં કહ્યું હતું કે, આવી ગતિવિધિઓ 2014-15માં શરૂ થઈ હતી અને અત્યાર સુધી ચાલુ છે. અમારા પોલીસ અધિકારીઓ 'સ્લીપર સેલ'ને ઓળખવામાં સફળ થયા છે અને રાષ્ટ્રીય તપાસ એજન્સીની મદદથી આવી પ્રવૃત્તિઓમાં સામેલ અને તેમને મદદ કરનારાઓને જેલમાં મોકલવામાં આવ્યા છે.પ્રવીણ નેતારૂની હત્યા મામલે ઝાકિર અને શફીક નામના બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ PFI સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.- કર્ણાટકમાં મુસ્લિમ યુવકની હત્યાકર્ણાટકના મેંગલુરૂ ખાતે સુરતકલ જિલ્લામાં 23 વર્ષીય યુવકની અજાણ્યા લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જોકે, આ ઘટનાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે મૃતકની ઓળખ ફાઝીલ તરીકે કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેંગલુરૂના સુરથકલ વિસ્તારમાં ફાઝીલની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, યુવાનોના જૂથ દ્વારા તેના પર ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. સુરતકલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. સુરતકલ, મુલ્કી, બાજેરી, પનંબૂરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.વધુ વાંચો : કર્ણાટકમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી અજાણ્યો શખ્સ ફરાર, શહેરમાં 3 દિવસમાં હત્યાના 2 બનાવથી ચકચાર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.