તિરુપતિના પ્રસાદમાં હવે કાનખજૂરો!:યુવકે વીડિયો પોસ્ટ કરી પ્રશાસનને ફરિયાદ કરી, મંદિરની દેખરેખ રાખતા અધિકારીઓએ સમાચારને જુઠ્ઠાણા ગણાવ્યા - At This Time

તિરુપતિના પ્રસાદમાં હવે કાનખજૂરો!:યુવકે વીડિયો પોસ્ટ કરી પ્રશાસનને ફરિયાદ કરી, મંદિરની દેખરેખ રાખતા અધિકારીઓએ સમાચારને જુઠ્ઠાણા ગણાવ્યા


આંધ્રપ્રદેશના તિરુમાલા મંદિરના પ્રસાદમાં કાનખજૂરો જોવા મળ્યો. એક વ્યક્તિનો આરોપ છે કે જ્યારે તેણે ફરિયાદ કરી તો મંદિરના અધિકારીઓએ આંખ આડા કાન કર્યા. આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત તિરુપતિ મંદિરના પ્રસાદમાં 'પશુ ચરબી' મળવાનો મામલો હજુ સમાપ્ત થયો નથી, ત્યારે હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્યાંના પ્રસાદમાં 'કાનખજૂરો' મળી આવ્યો છે. એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, તેને મંદિરના પ્રસાદમાં કેળાના પાન પર 'કાનખજૂરો' જોવા મળ્યો. વ્યક્તિએ કહ્યું કે, જ્યારે મેં મંદિરના અધિકારીઓને પ્રસાદમાં કાનખજૂરો મળવાની ફરિયાદ કરી તો તેઓએ કહ્યું કે, આવું ક્યારેક થાય છે. જો કે આ મામલે મંદિર પ્રશાસન તરફથી સ્પષ્ટતા પણ આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના 2 ઓક્ટોબરે બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી. કેળાના પાન પર પ્રસાદમાં યુવકને જંતુ જોવા મળ્યો. તે વ્યક્તિનું નામ ચંદુ જણાવવામાં આવ્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD), જે તિરુપતિ મંદિરની દેખરેખ રાખે છે, તેણે પ્રસાદમાં 'કાનખજૂરો' મળવાના સમાચારને જુઠ્ઠાણા ગણાવ્યા છે. TTD અધિકારીઓએ આજે ​​પ્રસાદમાં જંતુઓના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે આ દાવાને પાયાવિહોણા અને તેમને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું હતું. આ સમાચાર પણ વાંચો... ભાસ્કર એક્સપ્લેનરઃ તિરુપતિ મંદિરના લાડુમાં ચરબી મળી:ઘીની બ્રાંડ બદલવાથી કેવી રીતે થયો આટલો મોટો વિવાદ; 10 સવાલમાં સમગ્ર કહાની આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરના લાડુ વિવાદમાં અનેક પાત્રો છે. પૂર્વ સીએમથી લઈને વર્તમાન સીએમ સુધી. મંદિરનું સંચાલન કરતા 'તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ'થી લઈને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જે નમૂનાઓનું પરીક્ષણ કરે છે. નંદની બ્રાન્ડ ઘીથી માંડીને એઆર ડેરી સુધી. હવે તેમાં અનેક રાજકીય પક્ષો પણ કૂદી પડ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો... તિરૂપતિ બાદ ડાકોર મંદિરમાં પ્રસાદને લઇને વિવાદ:પૂજારીએ જ આક્ષેપ કરતાં કહ્યું- 'લાડુમાંથી સ્મેલ આવે છે, સેમ્પલ લઇ FSLમાં મોકલવા જોઇએ' તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ હજી સમેટાયો નથી ત્યાં યાત્રાધામ ડાકોરમાં પ્રસાદને લઈને મંદિરના સેવક પૂજારીએ આક્ષેપો કર્યા છે અને પોતાની હૈયા વરાળ સોશિયલ મીડિયા પર ઠાલવી ભક્તોને અપાતીનો પ્રસાદીના લાડુની તપાસ કરવા માંગ કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો... લો બોલો...અયોધ્યામાં તિરુપતિ લાડવાનો પ્રસાદ વહેંચાયો હતો!:મંદિરના પૂજારીએ કહ્યું- આ ભક્તોની આસ્થા સાથે ખિલવાડ, મંદિરનું સંચાલન હિન્દુ સમુદાયને સોંપો: VHP તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદે એક નવો વળાંક લીધો છે. 20 સપ્ટેમ્બરે અયોધ્યા મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં અયોધ્યાના રામમંદિરમાં ભક્તો માટે તિરુપતિ મંદિરનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. હાલમાં જ લેબ ટેસ્ટના રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે તિરુપતિ મંદિરના પ્રસાદ લાડુમાં વપરાતા ઘીમાં બીફ ફેટ અને ફિશ ઓઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.