કંગના થપ્પડકાંડમાં બોલિવૂડમાં ઊઠ્યો વિરોધનો સૂર:અનુપમ ખેરે વિરોધ કરતાં કહ્યું, મહિલા કોન્સ્ટેબલે પોતાના પદનો દુરુપયોગ કર્યો, નાના પાટેકરે પણ નિંદા કરી
અનુપમ ખેર ગઈકાલે રાત્રે ''સ્ટાર્સ ઓફ ઇન્ડિયા' એવોર્ડ્સમાં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતી વખતે અનુપમ ખેરે કંગનાના મુદ્દે કહ્યું હતું કે તે મહિલા કોન્સ્ટેબલે ડેમોક્રેટિક રીતે વિરોધ કરવો જોઈતો હતો. પોતાના પદનો દુરુપયોગ કરીને આવા કામ કરવા એ અત્યંત નિંદનીય ઘટના છે. વિરોધ કરવાના અન્ય રસ્તાઓ પણ છે. કંગનાના મુદ્દે નાના પાટેકરને પણ સવાલ કરવામાં આવ્યા હતા. તેમને આ બાબતની કોઈ જાણકારી નહોતી. આખો મામલો જાણ્યા પછી તેમણે કહ્યું- આ બહુ ખોટું છે, બહુ ખોટું છે, આવું થવું જોઈતું ન હતું. આ બધાની વચ્ચે કંગનાએ સોશિયલ મીડિયા પર એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તેઓ સાંસદ બન્યાં બાદ પોતાનું નવું આઈડી બતાવી રહ્યાં છે. થપ્પડ મારવાની ઘટના અંગે શેખર સુમનએ આપ્યું નિવેદન
શેખર સુમને આ મામલે કંગના રનૌતનું સમર્થન કર્યું અને કહ્યું હતું કે આ ખરેખર ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને ખોટું છે. કોઈને પણ તેમના જીવનમાં આ પ્રકારનો અનુભવ ન હોવો જોઈએ. આ સ્વીકારી શકાય નહીં, આ ગેરકાયદે છે. મહિલા કોન્સ્ટેબલે જે કર્યું તેની સજા તેને મળવી જોઈએ. અલબત્ત, તેના મનમાં વિરોધ હતો, પરંતુ તેણે જે રીતે એને વ્યક્ત કર્યો એ તદ્દન ખોટો હતો. તમે તમારી લાગણીઓને અલગ-અલગ રીતે પણ વ્યક્ત કરી શકો છો. શેખર સુમને એમ પણ કહ્યું હતું કે કોઈની સાથે આવું થવું ખોટું છે. તેઓ મંડીનાં સાંસદ છે, જે પણ થયું એ ખૂબ જ ખરાબ છે. જો તમે વિરોધ કરવા માગતા હો તોપણ એ કરવાનો એક યોગ્ય રસ્તો છે. તમારે એ પદ્ધતિ અપનાવવી જોઈએ. તમે જાહેરમાં આવું વર્તન કરો છો એ ખોટું છે. જ્યારે તેમના પુત્ર અધ્યયન સુમને કહ્યું- બધાએ આ વિશે ઘણું કહ્યું છે. હું એટલું જ કહીશ કે તમે અંગત ગુસ્સાથી આવું કર્યું હોય તોપણ એને જાહેરમાં બહાર વ્યક્ત કરવું ખૂબ જ ખોટું છે. એ જ થયું, એવું થવું જોઈતું ન હતું. શિવાંગી જોશીનું નિવેદન
ઈન્ટરનેશનલ ગ્લોરી એવોર્ડ ઈવેન્ટમાં હાજરી આપનારી ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીએ પણ કંગના વિશે નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું- મેં આ વિશે વાંચ્યું છે અને વીડિયો પણ જોયો છે. આ ખૂબ જ આઘાતજનક હતું. કંગના સાથે જે પણ થયું એ ઘણું ખોટું હતું. આ એક ગુનો છે, જેને બિલકુલ સ્વીકારવામાં આવશે નહીં. સિકંદર ખેર
મને નથી લાગતું કે કોઈએ આ રીતે હાથ ઉપાડવો જોઈએ. કોઈ કોઈના પર હાથ ઉપાડી શકે નહીં. જીવનમાં તમારે જે કહેવું હોય એ કહો. જ્યારે આ બધું બન્યું ત્યારે હું ત્યાં નહોતો, પરંતુ હું તેમના વિશે વાંચી રહ્યો છું. હાથ ઉપાડવો એ હિંસા છે, એ જવાબ નથી. હું એટલું જ કહી શકું છું. અમન વર્મા
જે થયું એ નહોતું થવું જોઈતું, પરંતુ હું સીઆઇએસએફની મહિલા અધિકારી વિશે કંઈ કહેવા માગતો નથી, તેના અંગત વિચારો શું છે, તે કેવી રીતે જોડાયેલી છે, તેનું પોતાનું મન કેવું છે, પરંતુ આ દુર્ભાગ્યપૂર્ણ છે, આવી ઘટના ન બનવી જોઈએ. મીકા સિંહે પણ આ ઘટનાને નિંદનીય ગણાવી
મીકા સિંહે કહ્યું હતું કે પંજાબી અને શીખ સમુદાય તરીકે આપણે હંમેશાં સેવા અને સુરક્ષાના ક્ષેત્રમાં આપણી ઓળખ બનાવી છે. એરપોર્ટ પર કંગના રનૌત સાથે જે થયું એ દુઃખદ છે. CISFનાં કોન્સ્ટેબલે માત્ર લોકોની સુરક્ષા માટે તહેનાત હોવા છતાં પોતાના અંગત ગુસ્સાને કારણે એક મુસાફર પર હુમલો કર્યો હતો.' 'જો લેડી કોન્સ્ટેબલને આટલો જ ગુસ્સો હોય તો તેને એરપોર્ટની બહાર સિવિલ ડ્રેસમાં આ બધું કરવું જોઈતું હતું. અન્ય પંજાબી મહિલાઓને આ પગલાનું પરિણામ ભોગવવું પડી શકે છે. લેડી કોન્સ્ટેબને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવી શકે છે.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.