કંગનાના નિવેદન પર રાજકીય ખળભળાટ મચ્યો:હરસિમરત કૌર બાદલે ‘આતંકવાદી વિચારસરણી ચિંતાનો વિષય છે’ પર નારાજગી વ્યક્ત કરી, કહ્યું- ‘પંજાબીઓ સૌથી મોટા દેશભક્ત છે’
અભિનેત્રી અને નવી ચૂંટાયેલી બીજેપી સાંસદ કંગના રનૌત ગુરુવારે ચર્ચામાં ત્યારે આવી હતી જ્યારે ચંદીગઢ એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે તેને થપ્પડ મારી હતી. ચંદીગઢ એરપોર્ટ પર ગેરવર્તાવથી ગુસ્સે થયેલી કંગનાના એક નિવેદન પર હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કંગનાએ કહ્યું હતું કે 'પંજાબમાં વધી રહેલી આતંકવાદી વિચારસરણી ચિંતાનો વિષય છે.' હવે કંગનાના આ નિવેદન પર રાજકીય ખળભળાટ મચી ગયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિરોમણિ અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, 'પંજાબીઓ સૌથી મોટા દેશભક્ત છે, જેઓ સરહદો પર અને અન્નદાતા સ્વરૂપે દેશની સેવા કરી રહ્યા છે.' હરસિમરત કૌર બાદલે X પર લખ્યું પંજાબીઓ સૌથી મોટા દેશભક્ત છે. શું હતો સમગ્ર મામલો
ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા કોન્સ્ટેબલ કંગના રનૌતને થપ્પડ મારતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આરોપી કહી રહી છે કે, 'કંગનાએ કહ્યું હતું કે, લોકો 100-100 રૂપિયા માટે લોકો ખેડૂતોના આંદોલનમાં બેઠા છે.' જ્યારે તેણે આ નિવેદન આપ્યું ત્યારે મારી માતા પણ ત્યાં બેઠી હતી. આ ઘટના ગુરુવારે બપોરે 3.30 વાગ્યે બની હતી. કંગના ચંદીગઢથી દિલ્હી જઈ રહી હતી. ત્યારબાદ એરપોર્ટ પર સિક્યોરિટી ચેક દરમિયાન લેડી કોન્સ્ટેબલ સાથે ઝઘડો થયો અને તેણે તેને થપ્પડ મારી દીધી. આ મામલે કંગનાએ ફરિયાદ પણ નોંધાવી છે. આંદોલનકારીઓની સરખામણી 'ખાલિસ્તાની' આતંકવાદીઓ સાથે કરવામાં આવી હતી. કંગનાએ ખેડૂતોના આંદોલન દરમિયાન અનેક નિવેદનો આપ્યાં હતાં. તેણે સોશિયલ મીડિયા પર આંદોલનકારીઓની તુલના ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે કરી હતી. તેમણે લખ્યું હતું- 'ખાલિસ્તાની આતંકવાદીઓ આજે સરકાર પર દબાણ બનાવી રહ્યા છે, પરંતુ આપણે એક મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને ભૂલવી જોઈએ નહીં.' 'ઈન્દિરા ગાંધીએ તેમને પોતાના જૂતા નીચે કચડી નાખ્યા હતા. તેમણે આ દેશને ગમે તેટલું દુઃખ પહોંચાડ્યું હોય, તેમણે તેમના જીવનની કિંમતે તેમને મચ્છરની જેમ કચડી નાખ્યા, પરંતુ દેશના ટુકડા થવા દીધા નહીં. તેમના મૃત્યુના દાયકાઓ પછી પણ લોકો તેમના નામથી કાંપી ઊઠે છે, તેંમને આવા જ ગુરુ જોઈએ.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.