કંગનાએ કહ્યું- ખેડૂત આંદોલનના નામે હિંસા થઈ:'બળાત્કાર અને હત્યાઓ થઈ, મૃતદેહો લટકાવવામાં આવ્યા, જો સરકાર નબળી હોત તો પંજાબ બાંગ્લાદેશ બની ગયું હોત' - At This Time

કંગનાએ કહ્યું- ખેડૂત આંદોલનના નામે હિંસા થઈ:’બળાત્કાર અને હત્યાઓ થઈ, મૃતદેહો લટકાવવામાં આવ્યા, જો સરકાર નબળી હોત તો પંજાબ બાંગ્લાદેશ બની ગયું હોત’


અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે કહ્યું હતું કે જો અમારું ટોચનું નેતૃત્વ મજબૂત ન રહ્યું હોત તો ખેડૂત આંદોલન દરમિયાન પંજાબ બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત. પંજાબમાં ખેડૂતોના આંદોલનના નામે ઉપદ્રવીઓ હિંસા ફેલાવી રહ્યા હતા. ત્યાં બળાત્કાર અને હત્યાઓ થઈ હતી. ખેડૂત બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું, નહીંતર આ ઉપદ્રવીઓની ખૂબ લાંબી યોજના હતી. તેઓ દેશમાં કંઈપણ કરી શકે છે.' કંગના રનૌત ટૂંક સમયમાં જ ફિલ્મ 'ઈમર્જન્સી'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેણે પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. તેણે કહ્યું હતું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ ફિલ્મ જોવી જોઈએ. કંગનાએ દાવો કર્યો છે કે 'રાહુલને આ ફિલ્મ ચોક્કસ ગમશે, પછી ભલે એ જાહેરમાં તેનો સ્વીકાર કરે કે ન કરે.' કંગના રનૌતે દૈનિક ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યૂમાં મહિલાઓની સુરક્ષા અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે ઈન્ડસ્ટ્રીમાં હંમેશાં આઈટમ નંબરનો વિરોધ કરતી રહી છે. અભિનેત્રીઓને આઈટમ ડાન્સમાં વસ્તુ ગણવામાં આવે છે, જે તદ્દન ખોટું છે. બીજી તરફ, એનાથી સમાજમાં ખોટો સંદેશો પણ જાય છે. વાંચો કંગના રનૌતનો આખો ઈન્ટરવ્યૂ.. સવાલ- તમને લાગે છે કે કોંગ્રેસશાસિત રાજ્યોમાં ફિલ્મને કયા સ્તરે આવકાર મળશે?
જવાબ- આ ફિલ્મ ખૂબ જ ઈમાનદારીથી બનાવવામાં આવી છે. અહીં કોઈનો વિરોધ કરવાનો પ્રશ્ન જ નથી. રાહુલ ગાંધીને પણ ફિલ્મ ગમશે. ફિલ્મ જોયા પછી તેઓ આંતરિક રીતે એનાં વખાણ કરશે, પરંતુ બહારથી તેઓ શું કહેશે એ ખબર નથી. પ્રશ્ન- શું તમે તમારામાં ઈન્દિરાજી સાથે કેટલીક સામ્યતા જુઓ છો? શું તેમના વિશે એવી કોઈ વાત છે જે તમને યોગ્ય નથી લાગતી?
જવાબ- જો આપણે ઈમર્જન્સી પ્રકરણને ભૂલી જઈએ તો તેમના વ્યક્તિત્વની એક વિશેષતા એ હતી કે તેઓ પોતાના દેશને ખૂબ પ્રેમ કરતાં હતાં. તેમનામાં ખરેખર થોડો ફેરફાર ઇચ્છતાં હતા. આજના નેતાઓ સત્તાના ભૂખ્યા છે, તેઓ પોતાના દેશને પ્રેમ કરતા નથી. તેમના વિશે ખરાબ લાગે છે, એ વાત એ છે કે તેઓ પોતાના પરિવારને આગળ લઈ જવા માગતાં હતાં, જે મારા મતે યોગ્ય નથી. સવાલ- બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે જે કંઈ થયું, સામાન્ય લોકોને લાગે છે કે ઈન્ડસ્ટ્રીએ તેના પર મૌન સેવ્યું છે, તમે શું કહેશો?
જવાબ- 'ખરેખર આ લોકો પાસે કોઈ માહિતી નથી. તેઓ ફક્ત તેમના પોતાના માર્ગને અનુસરે છે. સવારે મેકઅપ કરીને બેસી જાય છે, દેશ કે દુનિયામાં શું થઈ રહ્યું છે એનાથી કોઈ ફરક પડતો નથી. તેમને લાગે છે કે તેમનું કામ ચાલુ રહે અને દેશ નરકમાં જાય. જોકે તેઓ ભૂલી જાય છે કે જો દેશને કંઇક થશે તો તેમને પણ એટલું જ નુકસાન થશે.' 'જો આજે આપણું ટોચનું નેતૃત્વ નબળું હોત તો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં પણ બની શકી હોત. અહીં ખેડૂતોના આંદોલન દરમિયાન શું થયું એ બધાએ જોયું. વિરોધના નામે કેવી રીતે હિંસા ફેલાવવામાં આવી. ત્યાં બળાત્કાર થઈ રહ્યા હતા, મૃતદેહો લટકાવવામાં આવી રહ્યા હતા. જ્યારે તે બિલ પાછું ખેંચવામાં આવ્યું ત્યારે આ ઉપદ્રવીઓ ચોંકી ગયા, કારણ કે તેમનું આયોજન ઘણું લાંબું હતું. તેમને સમયસર નિયંત્રિત કરવામાં આવ્યા અન્યથા તેઓ કંઈપણ કરી શક્યા હોત.' સવાલ- કોલકાતામાં એક મહિલા ડોક્ટર સાથે શું થયું એ આખા દેશે જોયું. શું તમે સંસદમાં મહિલાઓની સુરક્ષા અંગે અવાજ ઉઠાવશો?
જવાબ- મહિલાઓની સુરક્ષા હંમેશાં મારા માટે ચિંતાનો વિષય રહી છે. હું આ બાબતે ખૂબ જ ગંભીર છું. મારી ક્ષમતાની હદ સુધી મેં હંમેશાં મહિલાઓના સમર્થનમાં મારો અવાજ ઉઠાવ્યો છે. 10 વર્ષ પહેલાં આમિર ખાનના શો 'સત્યમેવ જયતે'માં મેં ફિલ્મોમાં આઈટમ નંબરનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. શું સ્ત્રીનું શરીર માત્ર મનોરંજન માટે છે? સવાલ- તમારા વિશે એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે કંગના સાથે કામ કરવું ખૂબ મુશ્કેલ છે, તમે આનો જવાબ કેવી રીતે આપશો?
જવાબ- 'આ મારા વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવેલો પ્રોપગેન્ડા છે. જેઓ મારા અને મારા કામ વિશે અસુરક્ષિત છે તેઓ જ આવી વાતો કહે છે. લોકોને લાગે છે કે કંગના વધારેપડતું સાચું બોલી જાય છે. જવા દો, મેં પણ આ લોકો સામે અવાજ ઉઠાવ્યો છે.' 'મેં હંમેશાં ઇન્ડસ્ટ્રીમાં ચાલતા જાતિવાદ, નેપોટિઝમ અને આઇટમ નંબરની વિરુદ્ધ વાત કરી છે. MeToo ચળવળ દરમિયાન પણ મેં ઘણા લોકોને ખુલ્લા પાડ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા વખતે પણ મેં ઘણા ખુલાસા કર્યા હતા, જેના કારણે ઘણા લોકો ચોંકી ગયા હતા.' સવાલ- શું તમારા માટે એમ કહી શકાય કે જ્યાં સુધી ઇન્ડસ્ટ્રી પ્રમાણે ચાલતી હતી ત્યાં સુધી તમે સારાં લાગતાં હતાં. જ્યારે તમે પોતાના અભિપ્રાય આપવાનું શરૂ કર્યું ત્યારે તમે ખરાબ લાગવા લાગ્યાં?
જવાબ- હું 2004માં મુંબઈ આવી હતી. 2006માં પહેલી ફિલ્મ મળી. 2014 સુધી મને એક સામાન્ય અભિનેત્રી તરીકે જોવામાં આવતી હતી. ઇન્ડસ્ટ્રીના લોકોનો મારા પ્રત્યે સકારાત્મક અભિગમ હતો. 2014 પછી જ્યારે મારી ફિલ્મો હિટ થવા લાગી ત્યારે તેમનું મન ધ્રૂજવા લાગ્યું. તેમને આશ્ચર્ય થયું કે આ બહારની છોકરી કોણ આવીને પોતાની જગ્યા બનાવી રહી છે. તે ન તો કોઈ મોટા પિતાની દીકરી છે અને ન તો તેનો ઈન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર છે, તો પછી તે આટલી સફળ કેમ થઈ રહી છે. 'તનુ વેડ્સ મનુ' 'રિટર્ન્સ' સુપરહિટ થતાં જ તેઓ વધારે મારી પાછળ પડી ગયા. તેઓ મારી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા, મારા પાત્રનું અપમાન કરવા લાગ્યા અને મને સાઇકો કહેવા લાગ્યા. મતલબ કે જે છોકરી તેમના માટે 10 વર્ષથી સામાન્ય હતી તે અચાનક સાઇકો બની ગઈ? કરણ જોહર, કેતન મહેતા અને અપૂર્વ અસરાની જેવા ફિલ્મ મેકર્સ રોજ મારા વિરુદ્ધ નિવેદનો આપતા હતા.' વર્ષો પહેલાં જે લોકો સાથે મારું બ્રેકઅપ થયું હતું તેઓ પણ મને નોટિસ મોકલવા લાગ્યા. તેઓ મને કહેવા લાગ્યા કે હું તેમને સ્ટોક કરું છું, તેમને મારું માસિક રક્ત પીવડાવું છું. મારા પર આવા આરોપો લગાવવામાં આવ્યા હતા, જેની તમે કલ્પના પણ ન કરી શકો.' પ્રશ્ન- તમે હંમેશા નિર્ભયતાથી બોલો છો, તમારા પોતાના લોકો તમને નથી સમજાવતા કે તમે શા માટે પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છો?
જવાબ- જુઓ, મારો પરિવાર ખૂબ જ સાદું જીવન જીવે છે. તેને કોઈપણ પ્રકારનો લગાવ નથી. તેઓ ખુશ છે કે હવે હું મારા વતન મંડીમાં વધુ ને વધુ સમય વિતાવી રહી છું. આ સિવાય કેટલાક શુભચિંતકો ચોક્કસપણે કહે છે કે તમારે દરેક બાબતમાં લડવું ન જોઈએ. તેઓ અમુક અંશે સાચા છે, હવે હું દરેક બાબતમાં એકલી લડી શકીશ નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.