કંગનાએ કહ્યું- રાહુલ ગાંધી ડ્રગ્સ લે છે:તેઓ સંસદમાં બકવાસ વાતો કરે છે, તેમનો ટેસ્ટ થવો જોઈએ; ચક્રવ્યુહના નિવેદન મામલે કર્યા પ્રહાર - At This Time

કંગનાએ કહ્યું- રાહુલ ગાંધી ડ્રગ્સ લે છે:તેઓ સંસદમાં બકવાસ વાતો કરે છે, તેમનો ટેસ્ટ થવો જોઈએ; ચક્રવ્યુહના નિવેદન મામલે કર્યા પ્રહાર


વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ચક્રવ્યુહવાળા નિવેદન મામલે લોકસભામાં હોબાળો થયો છે. હિમાચલ પ્રદેશની મંડી સીટની સાંસદ કંગના રનોતે કહ્યું કે રાહુલ સંસદમાં જે પ્રકારની બકવાસ વાતો કરે છે તેને જોતા લાગે છે કે તેમનો ડ્રગ્સ માટેનો ટેસ્ટ કરાવવો જોઈએ. કાં તો તેઓ દારૂ અથવા ડ્રગ્સના નશામાં સંસદમાં પહોંચે છે. કંગનાએ કહ્યું, રાહુલ ગાંધી હંમેશા નકામી વાત કરે છે. તેમનામાં કોઈ ગરિમા નથી. કંગનાએ કહ્યું, દેશમાં લોકશાહી છે. અહીં વડાપ્રધાન લોકતાંત્રિક રીતે ચૂંટાય છે. તેમણે પૂછ્યું, શું પીએમની પસંદગી લિંગ, ઉંમર, જાતિ અને વર્ગને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે? કંગનાએ કહ્યું, રાહુલ દરરોજ આવી વાતો કરીને બંધારણને ઠેસ પહોંચાડે છે. ખરેખરમાં, ગયા સોમવારે બજેટ ભાષણ પર બોલતી વખતે રાહુલે વડાપ્રધાન મોદી અને ભાજપ પર ભારતને ભયના 'ચક્રવ્યુહ' (જાળ)માં ફસાવાનો આરોપ મૂક્યો હતો, જેનું પ્રતીક કમળ છે. પહેલા પણ થેરાપીનુ સૂચન કર્યુ હતું
કુરુક્ષેત્રનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહાભારતમાં ચક્રવ્યુહમાં ફસાઈને અભિમન્યુની હત્યા કરવામાં આવી હતી. રાહુલે કહ્યું કે આજે 21મી સદીની કમળના આકારનો ચક્રવ્યુહ ભારતને ફસાવી રહ્યો છે. તેને છ વ્યક્તિત્વ દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે. તેમણે નરેન્દ્ર મોદી, અમિત શાહ, અદાણી, અંબાણી, અજીત ડોભાલ અને મોહન ભાગવતના નામ લીધા હતા. જેના પર ભારે વિવાદ થયો હતો. કંગનાએ પણ આના પર પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે અને રાહુલ પર આકરા પ્રહારો કર્યા છે. સંસદમાં કોમેડી શો કર્યો- કંગના
કંગનાએ કહ્યું, રાહુલ ગાંધીએ ગઈકાલે સંસદમાં પણ કોમેડી શો કર્યો હતો. ગઈકાલે તેએ કહેતા હતો કે ભગવાન શિવની શોભાયાત્રા છે અને આ ચક્રવ્યુહ છે. આ સમાચાર પણ વાંચો...
સંસદમાં રાહુલ ગાંધીનું 46 મિનિટનું ભાષણ:મહાભારતના ચક્રવ્યુહની ચર્ચા, અદાણી-અંબાણી પર હોબાળો સંસદસત્રના છઠ્ઠા દિવસે સોમવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના બજેટની તુલના મહાભારતના ચક્રવ્યૂહ સાથે કરી હતી. રાહુલે કહ્યું- હજારો વર્ષ પહેલાં કુરુક્ષેત્રમાં અભિમન્યુને 6 લોકોએ ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખ્યો હતો. ચક્રવ્યૂહનું બીજું નામ પદ્મવ્યૂહ છે, જે કમળના ફૂલના આકારમાં છે. એની અંદર ડર અને હિંસા છે. 21મી સદીમાં એક નવો 'ચક્રવ્યૂહ' બન્યો છે- એ પણ કમળના ફૂલના રૂપમાં. વડાપ્રધાન આ પ્રતીકને પોતાની છાતી પર ધારણ કરે છે. જે અભિમન્યુ સાથે કરવામાં આવ્યું હતું એ ભારત સાથે કરવામાં આવી રહ્યું છે. આજે પણ ચક્રવ્યૂહના મધ્યમાં 6 લોકો છે. આ 6 લોકો છે નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજિત ડોભાલ, અદાણી અને અંબાણી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.