કંગના-ચિરાગ એકબીજાનાં હાથ પકડીને સાથે સંસદમાં ગયાં:13 વર્ષ પહેલાંની 'મિલે ના મિલે હમ' ફિલ્મનાં સાથીદારો સંસદમાં આખરે મળ્યાં, જૂઓ VIDEO - At This Time

કંગના-ચિરાગ એકબીજાનાં હાથ પકડીને સાથે સંસદમાં ગયાં:13 વર્ષ પહેલાંની ‘મિલે ના મિલે હમ’ ફિલ્મનાં સાથીદારો સંસદમાં આખરે મળ્યાં, જૂઓ VIDEO


લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ અને લોકસભા સાંસદ ચિરાગ પાસવાન અને બીજેપી સાંસદ કંગના રનૌતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને વચ્ચે ગજબની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ વીડિયો સંસદ ભવનનો છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ બંને સાંસદો વચ્ચે રોમેન્ટિક એન્ગલ પણ કાઢી રહ્યા છે. 13 વર્ષ પહેલાં કંગના અને ચિરાગે 'મિલે ના મિલે હમ' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને આજે તેઓ ચૂંટણી જીતીને સંસદમાં સાથે પહોંચ્યા છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત લોકસભા ચૂંટણી જીત્યા બાદથી જ ચર્ચામાં છે. મંડી લોકસભા સીટ પર ભારે મતોથી જીત મેળવ્યા બાદ હવે કંગનાએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા છે. આ દરમિયાન કંગનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને કંગના એકબીજાનાં હાથ પકડીને સાથે સંસદમાં જતા જોવા મળી રહ્યા છે. સાડીમાં કંગના ખુબ સુંદર લાગી રહી હતી, ત્યારે ચિરાગ સાથેની તેની હસી-મજાક જોતા જ લોકો એ વિચારવા મજબૂર બન્યા છે કે આખરે આ બંને વચ્ચે આખરે શું ચાલી રહ્યું છે. સ્પીકરની ચૂંટણી માટે સાંસદ પહોંચ્યા હતા સંસદ
ન્યૂઝ એજન્સી ANIએ શેર કરેલા વીડિયોમાં કંગના રનૌત સંસદ ભવનની બહાર ચિરાગ પાસવાન સાથે જોઈ શકાય છે. આજે સંસદમાં લોકસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેના માટે તમામ નવા ચૂંટાયેલા સાંસદો સંસદ પહોંચ્યા હતા. આ દરમિયાન ચિરાગ પાસવાનને જોઈને કંગના રનૌત હરખઘેલી થઈ હતી. પહેલા બંનેએ હાથ મિલાવ્યા અને પછી એકબીજાને ગળે ભેટ્યા. આગળ વીડિયોમાં બંને કોઈ વાત પર હસતા અને તાળી આપતા પણ જોવા મળે છે. બંનેની આ ખુશી કેમેરામાં કેદ થઈ છે. કંગનાના કો-સ્ટાર રહી ચૂક્યા છે ચિરાગ
તમને જણાવી દઈએ કે કંગનાની જેમ ચિરાગ પાસવાન પણ અભિનેતામાંથી રાજનેતા બની ગયા છે. ચિરાગે વર્ષ 2011માં ફિલ્મ 'મિલે ના મિલે હમ'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં ચિરાગ પાસવાન લીડ એક્ટર હતો જ્યારે લીડ એક્ટ્રેસ કંગના રનૌત હતી. આ ફિલ્મ પછી ચિરાગે ફિલ્મોથી નાતો તોડી નાખ્યો અને રાજકારણમાં જોડાયો. 2014માં પોતાના પિતાનો રાજકીય વારસો સંભાળવા ઉતરેલા ચિરાગનું પોલિટિકલ કરિયર સુપરહિટ ચાલી રહ્યું છે. કંગના સતત ફિલ્મો કરી રહી હતી. કંગના અને ચિરાગ પહેલીવાર ફિલ્મના સેટ પર મળ્યા હતા. હવે આ ફિલ્મ બાદ ચિરાગ-કંગના પોલિટિક્સમાં એક સાથે જોવા મળશે. જ્યાં બંનેની કેમેસ્ટ્રી વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ પણ કંગના-ચિરાગની કેમિસ્ટ્રી ચર્ચાનું કારણ બની
થોડા દિવસ અગાઉ પણ કંગના અને ચિરાગની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. ચૂંટણીમાં જીત પછી NDAની સંસદીય દળની બેઠક દરમિયાન ચિરાગ અને કંગનાની મુલાકાત થઈ હતી. બેઠક પૂરી થયા પછી જ્યારે ચિરાગ પાસવાન મીડિયા સમક્ષ પોઝ આપી રહ્યા હતા ત્યારે કંગના ત્યાંથી પસાર થાય છે. આ દરમિયાન ચિરાગ કંગનાને બૂમ પાડે છે અને ગળે મળીને કંગનાને જીત બદલ શુભેચ્છા પાઠવે છે. આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો અને ત્યારે બંને વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ ચર્ચામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.