કંચનજંગા એક્સપ્રેસ મોડી રાત્રે સિયાલદહ પહોંચી:અકસ્માતગ્રસ્ત રૂટ પર 7 ટ્રેનો રદ, 37 ટ્રેનો ડાયવર્ટ કરાઈ; અધિકારીઓ ગઈકાલના અકસ્માતની તપાસ કરશે
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં 17 જૂનના રોજ સવારે 8:55 વાગ્યે કંચનજંગા એક્સપ્રેસ (13174)ને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. રેલવેના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 41 મુસાફરો ઘાયલ થયા છે. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ કંચનજંગા ટ્રેન લગભગ 3.15 વાગ્યે સિયાલદહ પહોંચી. જોકે, અકસ્માતને કારણે આ રૂટ પર જતી 7 ટ્રેનો રદ કરવામાં આવી હતી. જ્યારે 37 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવે અકસ્માતનું કારણ જાણવા માટે 19 જૂને તપાસ હાથ ધરશે. આ તપાસ એડીઆરએમ ચેમ્બરમાં ચીફ કમિશનર ઑફ રેલવે સેફ્ટી જનક ગર્ગ કરશે. આ માટે અકસ્માત સંબંધિત પુરાવા તપાસ અધિકારીને મોકલવાનું કહેવામાં આવ્યું છે. કેટલાક લોકોને પણ બોલાવવામાં આવ્યા છે. NFR DRM સુરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, "સોમવાર રાતથી સતત વરસાદ પડી રહ્યો હતો, તેમ છતાં લાઇનને ફરી કાર્યરત કરવાનું કામ ચાલુ છે. લગભગ 90% કામ થઈ ગયું છે, બપોર સુધીમાં બંને ટ્રેક પર ટ્રેનો દોડવાનું શરૂ થઈ જશે. અકસ્માત પછી બીજા દિવસની 3 તસવીરો આ ટ્રેનો રદ કરવામાં આવી હતી દાવો- જ્યારે અકસ્માત થયો ત્યારે તેના 3 કલાક પહેલા સિગ્નલ ખરાબ હતું ઘાયલોના પરિવારજનો અને મૃત્યુ પામેલા લોકોને વળતર મળશે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને રૂ. 10 લાખ, ગંભીર રીતે ઘાયલોને રૂ. 2.50 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. આ સિવાય અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.