રાજમંત્ર કોલ્ડ્રીંક્સના માલિકે કાર અથડાવી યુવાનને માર માર્યો: પાંચ વર્ષની પુત્રીને ધક્કો મારી પરિવારને ધમકી આપી - At This Time

રાજમંત્ર કોલ્ડ્રીંક્સના માલિકે કાર અથડાવી યુવાનને માર માર્યો: પાંચ વર્ષની પુત્રીને ધક્કો મારી પરિવારને ધમકી આપી


યાજ્ઞીક રોડ બ્લેક બેરીના શો-રૂમની સામે રાજમંત્ર કોલડ્રિન્કસ પાસે પાર્ક કરેલ કારમાં કાર અથડાવી દુકાનના માલિક અભિષેક ઠૂંમરે કોઠારીયા કોલોનીમાં રહેતાં કાર્તિક રાઠોડ અને તેના પરિવારને મારમારી પાંચ વર્ષની પુત્રીને પણ ધક્કો મારી પાડી દિધી હતી. બનાવ અંગે એ.ડિવિઝન પોલીસે કારચાલકની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે કોઠારીયા કોલોની ક્વાર્ટર નં.295 વિમાના દવાખાનાની સામે રહેતાં કાર્તીકભાઈ ભુપતભાઈ રાઠોડ (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કાર નં. જીજે-03-એમઆર-9280 ના ચાલક અભિષેક ચંદુ ઠૂમર (રહે. રાજનગર શેરી નં.2, નાનામવા રોડ) નું નામ આપતાં એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કલરકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઈરાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ તે પરીવાર સાથે કાર નં. જીજે.03.એલએમ.0230 લઈ રેષકોર્ષથી બેસીને યાજ્ઞીક રોડ બ્લેક બેરીના શો-રૂમની સામે આવેલ રાજમંત્ર કોલ્ડ્રીંક્સ નામની દુકાને ગયેલ અને ત્યા દુકાન પાસે ગાડી પાર્ક કરી પરીવાર સાથે ત્યા દુકાન પાસે ઉભા હતા. ત્યારે એક કિઆ કારનો ચાલક તેમની કાર રીવર્સમાં લેતો હોય ત્યારે ફરિયાદીની કારની આગળની બાજુ તેની કાર અથડાતા આગળના ભાગે બમ્પરમાં નુકશાન થયેલ હતું.
જેથી તેઓએ આરોપીની કાર પાસે જઈ તેમને કાર જોઈને ચલાવતા જાવ મારી કારમાં અથડાતા નુક્શાન થયેલ છે, તેમ કહેતા કાર ચાલક કારમાંથી નીચે ઉતરી તેમની પાસે આવી તું કોને કહે છે, તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. દરમિયાન તેમની માતા ઉષાબેન અને પિતા ભુપતભાઈ છોડાવવા વચ્ચે આવતા કાર ચાલકે તેમની માતાને પણ ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. જેથી તેઓએ 100 નંબર માં ફોન કરતા આરોપી ભાગવા જતો હતો.
ત્યારે ફરિયાદીની પાંચ વર્ષની પુત્રીને પણ ધક્કો મારી પછાડી દિધેલ હતી અને તેને રોકવાનો પ્રયાસ કરતાં તેમને કહેલ કે, હવે ગમે ત્યાં દેખાયશ તને જાનથી મારી નાંખીશ તેમ ધમકી આપી ભાગવા જતા પોલીસની ગાડી આવી જતા કારના ચાલકને અટકાવી તેનું નામ પૂછતાં અભીષેક ચંદુભાઈ ઠુંમ્મર (ઉ.વ.32) હોવાનુ જણાવતાં તેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.
બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે કારનો અકસ્માત સર્જી મારામારી કરનાર કારચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
♦ આરોપી અભિષેક દારૂના નશામાં હતો અને તેની પાસે રહેલ પિસ્તોલથી રોફ જમાવતો હતો. તેમજ ત્યાંથી પસાર થયેલ ક્યુઆરબી વાનના જવાન ત્યાં નીચે ઉતરી તેમને સમજાવવાનો પ્રયાસ કરતાં ક્યુઆરબી જવાન સાથે પણ તેમને મારામારી કરી લીધી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.