અમરેલી જિલ્લામાં મોટાભાગ નાં પોલીસ સ્ટેશનમાં FIR લેવામાં થતા ભ્રષ્ટ આચરણ સામે ઠુંમરે મુખ્યમંત્રી ને કરી રજુઆત - At This Time

અમરેલી જિલ્લામાં મોટાભાગ નાં પોલીસ સ્ટેશનમાં FIR લેવામાં થતા ભ્રષ્ટ આચરણ સામે ઠુંમરે મુખ્યમંત્રી ને કરી રજુઆત


અમરેલી જિલ્લામાં મોટાભાગ નાં પોલીસ સ્ટેશનમાં FIR લેવામાં થતા ભ્રષ્ટ આચરણ સામે ઠુંમરે મુખ્યમંત્રી ને કરી રજુઆત

અમરેલી જિલ્લામાં મોટાભાગનાં પોલીસ સ્ટેશનમાં FIR લેવામાં થતા ભ્રષ્ટ આચરણ પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત સબંધ કરતા વિભાગો માં લેખિત ફરિયાદ કરી હતી કે અમરેલી જિલ્લા માં પોલીસ ફરિયાદ લેવા માં થતી ઉપેક્ષા અંગે વિગતે કરી રજુઆત બીમલકુમાર મનુભાઇ સાવલીયા, રહે.ચક્કરગઢ રોડ, કાનાણીની વાડીથી આગળના ભાગે, બાયપાસ પાસે, અમરેલી તરફથી આશરે ૪૦ થી ૫૦ લાખ રૂપિયાની થયેલી ચોરી અંગે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં તે વખતનાં મુખ્ય પોલીસ અધિકારી એ ફરીયાદ નોંધવાની ના પાડી, ફરીયાદ નોંધવી હોય તો બીજાઓ મારફત ગોઠવણ કરવી પડશે અને તમારૂં જે કાઇ હશે તે કામ પતાવી દઈશું ફરીયાદ નહી લઈ શકીએ તેમ જણાવી FIR નોંધેલ ન હતી. તે અનુસંધાને તા.૧૨/૧૦/૨૦૨૩ ના અરજદાર સાવલીયા તરફથી જિલ્લા પોલીસ વડાને તમામ સાધનીક બાબતો સાથે NPA ગયેલા યુનિટના કબ્જેદાર બેંક તરફથી જે સીક્યુરીટી મુકેલ હતી તેઓએ જ મારા માલની ચોરી કરી હતી તે અંગે પંચરોજકામ તેમજ કસ્ટડી લેટર પંચનામાની નકલ જોડી હતી. છતા પણ જિલ્લા પોલીસ વડાએ તેમના નીચેના પોલીસ સ્ટેશનને વાત કરી ગોળ-ગોળ જવાબ આપી ફરીયાદ લીધેલ નહી.

ના છુટકે અરજદાર તરફથી ફોજદારી ઇન્કવાયરી નંબર ૩૧/૨૦૨૩ કોર્ટમાં ફરીયાદ દાખલ થતાં ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ તરફથી સ્પષ્ટ હુકમ કરેલ છે કે ફરીયાદીની ફરીયાદ રજીસ્ટરે લઈ ફોજદારી કેસ નંબર આપવો. આ ગુન્હાના સમન્સ મુદત તા.૩૦/૦૭/૨૦૨૪ નાં મુકરર કરેલ છે. ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ની કલમ – ૩૭૯, ૩૮૧, ૪૦૩, ૪૦૬, ૪૦૮ તથા ૪૦૯ મુજબ તા.૨૦/૦૬/૨૦૨૪ ના ખુલ્લી અદાલતમાં વાંચી, સંભળાવી હુકમ કરેલ છે. આ બાબત જોતા અમરેલી જિલ્લા માં કાયદો-વ્યવસ્થા જેવું કશું રહ્યું જ ન હોય તેવું લાગી રહ્યું છે, માત્ર ગોઠવણ ઉપર બધુ ચાલતું હોય તેનાં કારણે જાહેરજીવનનાં આગેવાનો બદનામ થઈ રહ્યા છે અને તંત્ર તરફથી ભ્રષ્ટ્ર નીતી અપનાઈ રહી છે. અમરેલી જિલ્લો માત્ર ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે.

દારૂ, જુગાર, રેતી ખનન, જિલ્લા મથકે અને ટાઉન મથકે આડેધડ પાર્કિંગ, ટ્રાફીક પોલીસની નિષ્ક્રીયતા અને માત્ર હપ્તાખોરી નબળી પ્રવૃતિ કરતા લોકોની વચ્ચે તેમનું મેળાપીપણું મુખ્ય કારણ હોઇ શકે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે અને અનેક વખત જાહેર કાર્યક્રમમાં નાના અને સામાન્ય લોકો આવી રજુઆત કરી રહ્યા છે.આ બાબતે જાહેરજીવનનાં આગેવાન તરીકે અનેક રજુઆત કરી છે પરંતુ પરિણામ શુન્ય છે ના છુટકે તમામ વિગતો સાથે આ પત્રથી રજુઆત કરી રહ્યો છું. જે કોઇ દોષિત હોય તેની ઉપર કેવા સંજોગો માં ફરીયાદ નથી લીધી ? તે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી નહી કરવામાં આવે તો રાજકોટ ગેમઝોન જેવા અનેક કાંડ અમરેલીમાં સર્જાશે તેની સંપુર્ણ જવાબદારી અને નિષ્ફળતા સરકારશ્રીની ગણાશે. હકીકતે આ પોલીસની મેળાપીપણાને કારણે આવું ન બને તે માટે કડક કાર્યવાહી કરવા જરૂરી સુચના કરશો તેવી વિનંતી છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.