મહિસાગર : સંતરામપુર તાલુકામાં આવેલ બબરાઇ ગામમાં બિરસા મુંડા ભવનની ટીમ અને પોલીસ કર્મચારીઓ દ્વારા ચાલુ ડી. જે. ને લગ્નમાં બંધ કરાવવામાં આવ્યું.
મહિસાગર જિલ્લાનાં સંતરામપુર તાલુકામાં આવેલ બબરાઇ ગામમાં બિરસા મુંડા ભવનની ટીમ અને પોલીસ કર્મચારીઓ દ્વારા ચાલુ ડી. જે. ને લગ્નમાં બંધ કરાવવામાં આવ્યું.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર તાલુકામાં આવેલ બબરાઇ ગામમાં સામાજિક પ્રસંગ માં નાચ ગાન અને ટીમલી ગીતો વગાડવા ઘર માલિક ના ઓર્ડર થી નક્કી કરેલ ભાડાના શરતે નક્કી કરેલ સમય મુજબ ભાડુતી ડી. જે. જે તે પોલીસ સ્ટેશન ની પરવાનગી વિના અને હાલમાં ચાલતા કુરીવાજો તેમજ દહેજ દારૂ અને ડી. જે. તેમજ ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા નું અભિયાન બિરસા મુંડા ભવન દાહોદ થી દહેજ પ્રથા નાબૂદ કરવા તેમજ ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા દારૂ ડી. જે. બંધ કરાવવા ભગીરથ અભિયાન દાહોદ પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ચાલી રહેલ છે.
જેમાં અને આદિવાસી મસિહા નેતા શ્રી પ્રવીણભાઈ પારગી ની આગેવાની હેઠળ ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા ડી.જે. દારૂ બંધ કરવા માટે અભિયાન ચાલુ છે છતાં આ બંધારણ કાયદા. ને ભગ થતાં જાતે તેજ ગામના લોકો ની ફરિયાદ સાંભળીને તે બબરાઇ ગામમાં સ્થલ પર પોલીસ કર્મચારીઓ સાથે બિરસા મુંડા ભવન દાહોદ ટીમ જઈને સામાજિક પ્રસંગે ગ્રામજનો યુવાનો આગેવાનો ભાઈઓ બહેનો તેમજ સગાંસંબંધીઓ વડીલો હાજર હતા અને ડી. જે થી વગાડવાથી નુકશાની, હ્દય રોગ, બાળકોને અભ્યાસ માં ખલેલ, ટીમલી નાં ખરાબ ગીતોની માહિતી પ્રવીણભાઈ પારગી એ આપી હતી ગ્રામજનો ડી. જે. બંધ કરાવવા ખાતરી આપી ડી. જે. ને સ્થળ પરથી રવાના કરવામાં આવ્યું હતું.
બિરસા મુંડા ભવન દાહોદ ટીમ અને પોલીસ કર્મચારીઓ એ કાયદા ભંગ કરનાર તત્વો સામે કાયદેસર ના પગલાં લેવા લોકમુખે ચર્ચા કરતા જાણવા મળ્યું હતું તેમનાં કાર્ય અને ફરજને બિરદાવી હતી.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.