દહીથરા અને ધ્રુફણીયા પ્રાથમિક શાળાના ટવીનીંગ કાર્યક્રમનુ - At This Time

દહીથરા અને ધ્રુફણીયા પ્રાથમિક શાળાના ટવીનીંગ કાર્યક્રમનુ


દહીથરા અને ધ્રુફણીયા પ્રાથમિક શાળાના ટવીનીંગ કાર્યક્રમનુ

દામનગર પે સેન્ટર ની શ્રી દહીથરા પ્રાથમિક શાળામાં શાળા ટવીનીંગ કાયૅક્રમ અંતર્ગત દહીથરા અને ધ્રુફણીયા પ્રાથમિક શાળાના ટવીનીંગ કાર્યક્રમનુ આયોજન તારીખ ૨૧/૦૮/૨૪ ને બુધવારે કરવામાં આવ્યુ હતું. જેમા ધ્રુફણીયા પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દહીથરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. શાળામાં થતી પ્રવૃત્તિઓથી અવગત કરાવી શાળા કક્ષાએ યોજવામાં આવેલ વિજ્ઞાન મેળામાં નંબર મેળવેલ વિદ્યાર્થીઓને રોકડ ઈનામ તેમજ ભાગ લીધેલ દરેક વિધાર્થીઓને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહક ઈનામ આપવામાં આવેલ તેમજ ધ્રુફણીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નાની ભેટ આપવામાં આવી ત્યારબાદ નાસ્તો કરી. બન્ને શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે પ્રભાતભાઈએ ખો - ખોની રમત રમાડી. આ મધુર સંસ્મરણોને કેમેરામાં કેદ કરી ધ્રુફણીયા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિદાય આપી. આમ, સુંદર રીતે શાળા ટવીનીંગ કાયૅક્રમ પૂણૅ થયો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.