શિહોરમાં રેલ યાત્રીઓને પડતી મુશ્કેલીઓ ની ઉગ્ર રજૂઆત જિલ્લા યાત્રિક સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરવામાં આવશે - At This Time

શિહોરમાં રેલ યાત્રીઓને પડતી મુશ્કેલીઓ ની ઉગ્ર રજૂઆત જિલ્લા યાત્રિક સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરવામાં આવશે


રેલ યાત્રીઓની સુવિધા માટે સિહોર રેલ્વે સ્ટેશન નુ આધૂનીકરણ જયારે થઈ રહ્યું હોય ત્યારે રેલ્વે સ્ટેશન પર એક જ બ્લોગ્સન મા પાણીનુ કુલર તેમજ શૌચાલય હોવાથી જ્યારે મહિલાઓ પાણી પીવા જશે અને પુરુષો શૌચાલય માથી બહાર આવશે ત્યારે બન્ને માટે શરમજનક પરિસ્થિતિ નુ નિમાણૅ થશે ઉપરોક્ત પરિસ્થિતિ નો અંદાજ શુ રેલ્વે ના એન્જીનીયર ને નહિ હોય? તેમજ રેલ્વે સ્ટેશન ઉપર ૪૨ ડીગ્રી તાપમાન મા પાણીની કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નહિ હોવાનો કારણે રેલ યાત્રી ઓ ખૂબજ હેરાન પરેશાન થઈ ગયા છે ધોમધખતા તડકામાં રેલ્વે સ્ટેશન પર રેલ યાત્રી ઓ માટે પંખાઓ બંધ હોય છે પરંતુ રેલ્વે માસ્તર ની ઓફિસ ના પંખાઓ ફૂલ સ્પિડ મા ચાલતાં હોય છે આ તો કયા નો ન્યાય?રેલ્વે માસ્તર સાહેબને ઓફીસની અંદર ગરમી થતી હોય છે તો શુ રેલ યાત્રી ઓને ધોમધખતા ૪૨ ડિગ્રી તડકામાં રેલ્વે પ્લેટફોર્મ ઉપર બેઠેલા નાના બાળકો, મહિલાઓ, સિનીયર સિટી જનો નેગરમી નહિ થતી હોય? આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જ્યારે રેલ યાત્રીઓને એરપોર્ટ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે ત્યારે સિહોર રેલ્વે સ્ટેશન ઉપર નથી ઠંડા પાણીની વ્યવસ્થા નથી શૌચાલય ની વ્યવસ્થા કે નથી પંખાઓ ની વ્યવસ્થા ઉપરોકત રેલ યાત્રી ઓ ને પડતી મુશ્કેલીઓ ની ઉગ્ર રજૂઆત જીલ્લા યાત્રીક સુરક્ષા સમીતી દ્ગારા ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરવામાં આવશે. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.